Union Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદન
Union Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય બજેટ 2025 પર પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે, આ બજેટ દરેક ભારતીયનું સપનું પૂરુ કરવા માટેનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બજેટ 2025 બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. જનતાના આ બજેટ માટે હું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરાશે તેના પર હોય છે. પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મૂકાયો છે.'




















