ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ભારતીય ક્રિકેટર અને પત્ની આથિયા શેટ્ટીને ત્યાં પુત્રીનો જન્મ, દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચમાં નહોતા રમ્યા રાહુલ.

KL Rahul baby girl: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને તેમની પત્ની, અભિનેત્રી આથિયા શેટ્ટી માતા-પિતા બની ગયા છે. આ કપલે એક નાનકડી બાળકીને જન્મ આપ્યો છે. રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ખુશખબર તેમના ચાહકો સાથે શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ જ કારણથી કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સની IPL 2025ની પ્રથમ મેચમાં રમવા માટે આવ્યા નહોતા. આ કપલે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આથિયા શેટ્ટી પ્રેગ્નન્ટ હોવાની માહિતી આપી હતી. જ્યારેથી ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને દુબઈથી પરત ફરી છે, ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે રાહુલ કદાચ IPLની શરૂઆતની મેચો ચૂકી જશે.
આ સમાચાર સામે આવતા જ કોમેન્ટ સેક્શનમાં અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે હાર્ટ ઈમોજી શેર કરીને આ સારા સમાચાર પર તેમને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત કિયારા અડવાણી, અર્જુન કપૂર અને મૃણાલ ઠાકુર જેવા અનેક સેલેબ્રિટીઝે પણ તેમને શુભેચ્છા પાઠવી છે.
તમને યાદ અપાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખંડાલામાં આથિયા શેટ્ટીના પિતા અને દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં યોજાયા હતા. તેમના લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
રાહુલ IPL 2025 માટે દિલ્હીની ટીમ સાથે જોડાયા હતા અને તેમણે વિશાખાપટ્ટનમમાં ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા અને સાંજે તેમના ઘરે બાળકીના જન્મના સમાચાર આવ્યા હતા.
આથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટર શેર કરતા લખ્યું હતું, "અમારી નાનકડી પરી આવી ગઈ છે ❤️ 24.03.2025. આથિયા અને રાહુલ." લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન આથિયાના પિતા સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં પારંપરિક રીતે થયા હતા.
રાહુલ IPL માટે દિલ્હીની ટીમ સાથે જોડાયા હતા, પરંતુ જેવી જ તેમને પોતાની પત્ની વિશે જાણકારી મળી, તેમણે તુરંત જ ટીમ મેનેજમેન્ટ પાસે પોતાના પરિવાર સાથે રહેવાની પરવાનગી માંગી હતી. પરિસ્થિતિની ગંભીરતાને સમજતા ટીમ મેનેજમેન્ટે પણ રાહુલને તરત જ ટીમમાંથી જવાની મંજૂરી આપી દીધી હતી. આ જ કારણોસર રાહુલ પોતાના જીવનના આ સૌથી મોટા પ્રસંગે પોતાની પત્ની સાથે રહી શક્યા. આ કપલ પહેલીવાર માતા-પિતા બન્યું છે અને તેમને ચારેબાજુથી ખૂબ જ અભિનંદન મળી રહ્યા છે.
View this post on Instagram




















