(Source: ECI/ABP News/ABP Majha)
બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીમાં સરફરાજ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં નહીં મળે જગ્યા, બીસીસીઆઇ આ ખેલાડીને આપશે પ્રાધાન્ય!
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાવવા વાળી ટેસ્ટ શ્રેણીમાં સરફરાજ ખાનનું પ્લેઈંગ ઈલેવન માંથી પત્તું કપાઈ શકે છે.
Sarfaraz Khan: ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી એક્શનમાં દેખાશે. ભારત અને બાંગલાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાવવાની છે. શ્રેણીનો પ્રથમ મુકાબલો ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમ માં 19 સપ્ટેમ્બરે રમાશે. BCCIએ આ મેચ માટે 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સરફરાઝ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સરફરાઝ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. આ વાતનો ખુલાસો BCCIએ પોતે કર્યો છે.
પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરવામાં આવેલી ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે સરફરાઝ કરતાં રાહુલને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે. રાહુલ ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી છે. તેણે 50 ટેસ્ટ મેચ રમી છે, તેથી પ્લેઈંગ ઈલેવનમાં સરફરાઝની જગ્યાએ રાહુલની પસંદગી કરવી યોગ્ય લાગે છે. માટે સરફરાઝની જગ્યાએ રાહુલ પ્લેઇંગ ઇલેવનમાં પસંદ થઈ શકે છે.
દુલીપ ટ્રોફી મેચમાં પણ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 37 અને 57 રનની ઇનિંગ્સ રમી હતી. બીસીસીઆઈ માત્ર બાંગ્લાદેશ સીરીઝ પર નજર નથી રાખી રહ્યું પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝને ધ્યાનમાં રાખીને રાહુલને પ્રાધાન્ય આપી શકાય છે. રાહુલે વિદેશી ધરતી પર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ' સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, "બહારના લોકો કદાચ સમજી શકતા નથી કે ટીમ કેવી રીતે કામ કરે છે, પરંતુ રાહુલને પડતો મૂકવામાં આવ્યો ન હતો. તે ઈજાગ્રસ્ત થયો હતો. દક્ષિણ આફ્રિકામાં તેની સદી અને હૈદરાબાદમાં તેની 86 રનની ઈનિંગ હતી. ઈજા પહેલા શાનદાર પ્રદર્શન તેના ફોર્મમાં પરત ફરવાથી મેનેજમેન્ટ તેને ઓસ્ટ્રેલિયામાં આવનારા પડકારો માટે મહત્વપૂર્ણ માને છે.
ત્યારબાદ બીસીસીઆઈના અધિકારીએ વધુમાં કહ્યું કે સરફરાઝ ખાન ટીમ માટે પ્રબળ દાવેદાર છે. ઈજા કે કોઈ પણ સંજોગોમાં સરફરાઝ તેની જગ્યા લેનાર પ્રથમ ખેલાડી હશે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, "સરફરાઝે બધુ બરાબર કર્યું અને જો તક મળશે તો તે સ્થાન મેળવનાર પ્રથમ હશે."
માટે બહારના લોકો નહીં સમજી શકે કે એક ટીમ કઈ રીતે કામ કરે છે. રાહુલ ભારતીય ટીમનો અનુભવી ખેલાડી છે અને ઇજાના કેસમાં સૌપ્રથમ સરફરાઝ ખાન ટીમ માટે પ્રબળ દાવેદાર છે.