World Cup 2023: જાણો 2019ના વર્લ્ડકપ કરતાં કેટલી અલગ છે 2023ની ભારતીય ટીમ, કોનું-કોનું પત્તુ કપાયુ ?
વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમની જવાબદારી સ્ટાર બેટ્સમેન અને રન મશીન ગણાતા વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી
World Cup 2023: ક્રિકેટ રસીયાંઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચૂકી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ પસંદ કરવામાં આવેલી આ ટીમમાં સીનિયર અને જૂનિયર ખેલાડીઓનું જબરદસ્ત મિક્સ કૉમ્બિનેશન જોવા મળ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023ની આ ટીમને ચીફ સિલેક્શન કમિટીએ પસંદ કરી છે, જેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ઉપરાંત 5 સભ્યોની પસંદગી સમિતિમાં શિવસુંદર દાસ, સુબાર્તો બેનર્જી, સાલિક અંકોલા અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.
2019 અને 2023ની વનડે વર્લ્ડકપ સ્ક્વૉડમાં શું છે ફરક -
ભારતીય ટીમમાં છેલ્લા ચાર વર્ષમાં જોરદાર ફેરફાર જોવા મળ્યા છે. વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમની જવાબદારી સ્ટાર બેટ્સમેન અને રન મશીન ગણાતા વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી, જ્યારે ઉપ કેપ્ટનની જવાબદારી રોહિત શર્માના હાથમાં હતી, જ્યારે આવ ખતે કેપ્ટન તરીકે રોહિતના હાથમાં ટીમની કમાન છે અને વિરાટ કોહલી બેટ્સમેને તરીકે રમી રહ્યો છે. આ વખતે યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત બન્ને ટીમોના ફેરફારની વાત કરીએ તો, આ વખતે શુભમન ગીલ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, એટલે કે અડધાથી વધુ આખી ટીમ નવી છે. આ વખતની ટીમમાં ગઇ ટીમમાંથી શિખર ધવન, વિજય શંકર, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વરને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જુઓ અહીં બન્ને વર્લ્ડકપની ફૂલ સ્ક્વૉડ....
ભારતીય ટીમઃ 2019 અને 2023ની ફૂલ સ્ક્વૉડ -
વનડે વર્લ્ડકપ 2023 માટેની ટીમ ઇન્ડિયા -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
વર્લ્ડકપ 2019 માટેની ટીમ ઇન્ડિયાની ફૂલ સ્ક્વૉડ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટીકીપર), કેદાર જાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.
વનડે વર્લ્ડકપ 2023માં ટીમ ઇન્ડિયાની મેચો -
ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ અફઘાનિસ્તાન સામે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમશે. તો વળી, 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ 22 ઓક્ટોબરે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ 29 ઓક્ટોબરે લખનઉમાં સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા 2 નવેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે. 5 નવેમ્બરે ટીમ ઇન્ડિયા કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 12 નવેમ્બરે બેંગલુરુમાં રમશે.
ટીમ ઇન્ડિયાનું વર્લ્ડકપ મેચોનું શિડ્યૂલ -
8 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર: ભારત vs અફઘાનિસ્તાન, નવી દિલ્હી
14 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, અમદાવાદ
ઑક્ટોબર 19: ભારત vs બાંગ્લાદેશ, પૂણે
ઑક્ટોબર 22: ભારત vs ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા
ઑક્ટોબર 29: ભારત vs ઈંગ્લેન્ડ, લખનઉ
2 નવેમ્બર: ભારત vs શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર: ભારત vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર: ભારત vs નેધરલેન્ડ, બેંગલુરુ