રાયપુર મેદાનમાં પણ પહોંચી ગયો વિરાટ કોહલીનો ફેન, સિક્યોરિટીએ આ રીતે કર્યો મેદાન બહાર, VIDEO
ભારતીય ઇનિંગ્સ દરમિયાન ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક ચાહક સિક્યોરિટીને ચકમો આપી મેદાનમાં ઘૂસી ગયો હતો.

વિરાટ કોહલીના ફેન્સ ઘણીવાર સુરક્ષાને ચકમો આપી ક્રિકેટ મેદાનમાં ઘૂસી જાય છે. રાંચીમાં રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકાની પ્રથમ વનડે દરમિયાન આવું જ બન્યું હતું. રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં પણ આવી જ ઘટના સામે આવી છે. ભારતીય ઇનિંગ્સ દરમિયાન ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક ચાહક સિક્યોરિટીને ચકમો આપી મેદાનમાં ઘૂસી ગયો, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને મેદાનની બહાર કર્યો હતો.
સુરક્ષા કર્મચારીઓનો વિરાટ કોહલીના એક ચાહકને મેદાનની બહાર ખેંચી જતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ કોહલીના ફેન્સને બહાર કરી રહ્યા હતા ત્યારે ખભા પર ઉંચકી બહાર કરવામાં આવ્યો ત્યારે આ વીડિયો જોઈ દરેક હસીને લોટપોટ થઈ ગયા હતા. મેદાન પર હાજર દર્શકોએ પણ આ ઘટના જોઈ હસી પડ્યા હતા.
A fan breached the security at Raipur to meet Virat Kohli and see how security took him out 😭 pic.twitter.com/zj75rfyJYt
— Virat Kohli Fan Club (@Trend_VKohli) December 3, 2025
આ પહેલા, રાંચીમાં પણ એક ચાહક સિક્યોરિટીને ચકમો આપીને મેદાનમાં ઘૂસી ગયો હતો. ફેન્સ વિરાટ કોહલીના પગ પાસે સૂઈ ગયો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.
'કિંગ કોહલી'એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા
ODI કારકિર્દીની 53મી સદી ફટકારીને 'કિંગ કોહલી'એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. તેણે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. વિરાટ કોહલીના 102 રન અને રુતુરાજ ગાયકવાડની 105 રનની સદીના કારણે ટીમ ઈન્ડિયાએ બીજી ODIમાં 358 રન બનાવ્યા.
કોહલીએ તેની મોટાભાગની ODI કારકિર્દીમાં નંબર 3 પર બેટિંગ કરી છે. તેણે હવે ODI ક્રિકેટમાં નંબર 3 પર બેટિંગ કરતી વખતે 46 સદી ફટકારી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. અગાઉ નંબર 3 પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે હતો.
રાયપુર 34મું સ્થાન છે જ્યાં વિરાટ કોહલીએ ODI સદી ફટકારી છે. વિરાટ કોહલીએ હવે વિવિધ મેદાનો પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 33 ODI રમી છે, જેમાં 31 ઇનિંગ્સમાં 1741 રન બનાવ્યા છે. તે દક્ષિણ આફ્રિકા સામે ODI માં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. 31 ઇનિંગ્સમાં આ 15મી વખત હતું જ્યારે વિરાટે દક્ષિણ આફ્રિકા સામે 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.




















