ભારત સામે કારમી હાર માટે પાકિસ્તાનના કેપ્ટન રિઝવાને આ કારણો ગણાવ્યા, જાણો ક્યા ખેલાડીઓને જવાબદાર ઠેરવ્યા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની કારમી હાર બાદ કેપ્ટનનું નિવેદન, કોહલી અને ગિલ પર ફોડ્યું ઠીકરું.

india vs pakistan highlights: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત સામે 6 વિકેટે શરમજનક હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને હારના કારણો ગણાવ્યા હતા. મેચ પછી પત્રકારો સાથે વાત કરતા રિઝવાને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને હાર માટે કોને જવાબદાર ઠેરવવા તે પણ જણાવ્યું હતું.
રિઝવાને સ્પષ્ટપણે જણાવ્યું કે વિરાટ કોહલી અને શુભમન ગિલની શાનદાર બેટિંગને કારણે તેમની ટીમ મેચ હારી ગઈ. તેમના મતે, આ બંને ભારતીય બેટ્સમેનોએ મેચને તેમની ટીમ પાસેથી છીનવી લીધી હતી.
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય પાકિસ્તાન માટે ફાયદાકારક સાબિત થયો નહોતો. રિઝવાને સ્વીકાર્યું કે તેઓ ટોસ જીતવાનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. મેચ બાદ નિરાશ થઈને તેમણે કહ્યું, "અમે ટોસ જીત્યો, પરંતુ તેનો ફાયદો લઈ શક્યા નહીં. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને અમને દબાણમાં રાખ્યા હતા."
પોતાની અને સઈદ શકીલની બેટિંગ વિશે વાત કરતા રિઝવાને કહ્યું, "હું અને સઈદ શકીલ ઇનિંગને અંત સુધી લઈ જવા માંગતા હતા, પરંતુ અમારી શોટ સિલેક્શન યોગ્ય નહોતી. ભારતીય બોલરોએ સતત દબાણ બનાવી રાખ્યું. જ્યારે તમે હારો છો, ત્યારે તમે સમજી શકો છો કે દરેક વિભાગમાં કંઈક ખામી રહી ગઈ છે. અમે દબાણ બનાવવા માંગતા હતા, પરંતુ સફળ થઈ શક્યા નહીં."
રિઝવાને ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું, "વિરાટ કોહલી અને શુભમન ગિલે ખરેખર ખૂબ જ સારી બેટિંગ કરી અને મેચને અમારા હાથમાંથી લઈ ગયા. અમારે ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે. આજે અમે ઘણી ભૂલો કરી હતી."
મેચની વાત કરીએ તો, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન બાબર આઝમ માત્ર 23 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ ઇમામ ઉલ હક પણ ઝડપથી રનઆઉટ થયો. જોકે, સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાને સદીની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી, પરંતુ તેઓ રનની ગતિ વધારી શક્યા નહોતા. અક્ષર પટેલે રિઝવાનને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં હાર્દિક પંડ્યાએ 2 અને કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી.
242 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે આક્રમક શરૂઆત કરી હતી. રોહિત શર્મા 20 અને શુભમન ગિલ 46 રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી અને શ્રેયસ અય્યરે 56 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની ODI કરિયરમાં 14 હજાર રન પણ પૂરા કર્યા હતા.
આ પણ વાંચો....
Video: ભારત-પાક હાઈવોલ્ટેજ મેચમાં ફિલ્ડિંગમાં ચૂક: કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ છોડ્યા આસાન કેચ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
