શોધખોળ કરો

Virat Kohli: વિરાટ કોહલી જુલાઈ મહિનાનો સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સન બન્યો, જાણો ધોની ક્યાં છે ?

Virat Kohli News: આ યાદીમાં બીજા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.

Most Popular Sportsperson in India July 2023:  ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો મેદાન પર અને મેદાનની બહારનો જલવો અકબંધ છે. વિરાટ કોહલીને જુલાઈ મહિનાના સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સપર્સન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઓરમેક્સ મીડિયાની રેન્કિંગ પર નજર કરીએ તો બંને પ્રથમ સ્થાને ભારતીય ખેલાડીઓ છે. વિરાટ કોહલી નંબર વન પર છે. જ્યારે આ યાદીમાં બીજા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.

આ યાદીમાં કોનો સમાવેશ થાય છે?

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ અને બીજા નંબર પર છે. જ્યારે પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીમાં ત્રીજા નંબરે છે. આ પછી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ચોથા નંબર પર છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર પાંચમા નંબરે છે.

એશિયા કપ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાન પર જોવા મળશે

હાલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નથી. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 T20 મેચોની શ્રેણી રમી રહી છે. આ સીરીઝમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જોકે, રોહિત શર્મા સહિત ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ ટૂંક સમયમાં એશિયા કપમાં જોવા મળશે. એશિયા કપ 2023, 30 ઓગસ્ટથી યોજાવાનો છે. પાકિસ્તાન સિવાય આ ટૂર્નામેન્ટની મેચો શ્રીલંકામાં રમાશે, પરંતુ ભારતીય ટીમની મેચો માત્ર શ્રીલંકામાં જ રમાશે.

તાજેતરમાં વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

ભારતના સ્ટાર બેટ્સમેન અને ક્રિકેટમાં રન મશીન તરીકે ઓળખવામાં આવતા વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા છે. 18 ઓગસ્ટ 2008માં વિરાટે શ્રીલંકા સામે દાંબુલામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પોતાની પ્રથમ મેચમાં માત્ર 12 રન બનાવનાર કોહલીને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કિંગ કહેવામાં આવે છે. વિરાટ કોહલી અત્યાર સુધી ક્રિકેટની 22 યાર્ડની પીચ પર 510 કિ.મી જેટલુ દોડી ચૂક્યો છે. કોહલીએ પાર્ટનર માટે પણ લગભગ 233 કિલોમીટર જેટલુ દોડી ચૂક્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ તેની કરિયરમાં અત્યાર સુધી બનાવેલા રનમાંથી જો બાઉન્ડ્રીથી બનાવેલા રન દૂર કરવામાં આવે તો તેણે લગભગ 277 કિલોમીટર દોડીને બાકીના 13,748 રન બનાવ્યા છે. આ સિવાય મેદાન પર ફિલ્ડિંગ દરમિયાન તેની દોડવાની ગણતરી અને મેદાનની બહાર જિમમાં વહાવતો પરસેવો અલગ છે. કોહલીએ માત્ર એક જ વખત દેડીને 4 રન પૂરા કર્યા છે. જે ઝિમ્બાબ્વે સામેની વનડેમાં કર્યા હતા.

વિરાટ કોહલીના કરિયરની વાત કરીએ તો તમામ ફોર્મેટમાં રમાયેલી 501 મેચોમાં અત્યાર સુધીમાં તેના બેટમાંથી 25,582 રન થયા છે. આ દરમિયાન તેના નામે 76 સદી છે. વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં વિરાટ કોહલી હાલમાં સચિન તેંડુલકર (100) પછી બીજા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget