Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલ
Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલ
ઉત્તરાયણની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબા પર ચડી ગયા હતા અને પતંગો ચગાવી હતી. જોકે, પતંગને કારણે અનેક પક્ષીઓના જીવ તો ગયા જ છે. સાથે સાતે ગુજરાતમાં આજે ચાર લોકોનો જીવ પણ ગયો છે. સુરેન્દ્રનગર, મહેસાણા, પંચમહાલ અને રાજકોટમાં દુર્ઘટના બની છે. હાલોલમાં દોરીથી 5 વર્ષના બાળકનો જીવ ગયો છે. કડીમાં ચાઇનીઝ દોરીથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે. પાટડીના 35 વર્ષીય ઇશ્વર ઠાકોરનું દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું છે. તો રાજકોટમાં પણ દોરીથી ગળું કપાતા એક યુવકનું મોત નીપજ્યું છે. ઉત્તરાયણે જ પરિજનનું દુઃખદ નીધન થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.



















