(Source: ECI/ABP News/ABP Majha)
KKR vs RCB: આવી હોઈ શકે છે કોલકાતા અને બેંગલોરની પ્લેઈંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રેડિક્શન
વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.
Kolkata vs Bangalore Match Preview: આઈપીએલ 2021 ના બીજા ભાગમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આજે એકબીજા સામે ટકરાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 07:30 થી રમાશે. આરસીબી જેણે આ વર્ષે એપ્રિલ-મેમાં આઈપીએલ 2021ના પહેલા ભાગમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે સાતમાંથી પાંચ મેચ જીતી હતી, તે બીજા હાફમાં પણ સમાન ગતિ જાળવી રાખવા ઈચ્છે છે જ્યારે બે વખત ચેમ્પિયન KKR નવી શરૂઆત સાથે નસીબ બદલવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે જ્યારે આઈપીએલ 2012 અને 2014 ચેમ્પિયન KKR એ પહેલા હાફમાં સાતમાંથી માત્ર બે મેચ જીતી છે અને ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
RCB vs KKR હેડ ટુ હેડ
આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 27 મેચોમાં KKR એ 14 અને RCB એ 13 મેચ જીતી છે. જોકે, મેચના પહેલા હાફમાં RCB એ આ પ્રતિસ્પર્ધીને 38 રનથી હાર આપી હતી.
પિચ રિપોર્ટ
અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે સાનુકૂળ સાબિત થાય છે. KKR માટે આ મેદાન હોમ વેન્યુથી ઓછું નથી. IPL 2020માં તેણે અહીં સાત મેચ જીતી હતી.
મેચની આગાહી
અમારું મેચનું અનુમાન મીટર કહી રહ્યું છે કે આ મેચમાં મોટો અપસેટ થઈ શકે છે. ભલે આ મેચમાં આરસીબીનો હાથ ઉપર હોય, પરંતુ એવું લાગે છે કે આ મેચમાં કોલકાતા જીતશે. જોકે, મેચ રોમાંચક રહેવાની ધારણા છે.
કોલકાતાની સંભવિત પ્લેઇંગ ઇલેવન- નીતિશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, ટિમ સાઉથી, સુનીલ નારાયણ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી અને પ્રણંદ કૃષ્ણ.
RCB સંભવિત પ્લેઇંગ ઇલેવન- દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરુદ્દીન, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, વનિંદુ હસરંગા, શાહબાઝ અહમદ, કાયલ જેમીસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.