શોધખોળ કરો
મુંબઈ ઇન્ડિયન્સે આ ખેલાડીને રિટેન ન કરતાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત, જાણો વિગતે
આઈપીઓલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. તેણે આ લીગની 122 મેચમાં 170 વિકેટ લીધી છે, જ્યારે તેનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ છે.

Malinga Retires: શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે તેને આઈપીએલ લીગની 14 સીઝન પહેલા રિલીઝ કરી દીધો હતો. મલિંગા આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. વિશ્વભરની અનેક ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યા છે મલિંગા જણાવીએ કે, મલિંગા આઈપીએલ ઉપરાંત વિશ્વભરની અનેક ફ્રેન્ચાઈઝી લીગમાં ભાગ લઈ ચૂક્યા છે. તે મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત ગોલ ગ્લેડિયેટર્સ, ગયાના એમેઝોન વોરિયર્સ, જમૈકા તલ્લાવાહમ, કેન્ડી, કેન્ટ, ખુલ્ના ટાઇટન્સ, મરાઠા અરેબિયન્સ, મેલબર્ન સ્ટાર્સ, મોન્ટ્રિયલ ટાઈગર્સ, નોનડેસ્ક્રિપ્સ ક્રિકેટ ક્લબ, પેલેસ ડાયમંડસ, રંગપુર રાઈડર્સ, રુહુના રેડ્સ, રુહુના રોયલ્સ, સદર્ન એક્સપ્રેસ, સદર્ન પ્રોવિંગ અને સેન્ટ લૂસિયા જોક્સ માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમી ચૂક્યા છે. આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે મલિંગા નોંધનીય છે કે, લસિથ મલિંગા આઈપીઓલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. તેણે આ લીગની 122 મેચમાં 170 વિકેટ લીધી છે, જ્યારે તેનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ છે.
વધુ વાંચો




















