શોધખોળ કરો
Advertisement
સચિનને 47માં જન્મદિવસ પર BCCI-ICCની સાથે સાથે દિગ્ગજ ક્રિકેટરોએ પાઠવી શુભકામનાઓ, જુઓ Tweets
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો આજે 47મો જન્મદિવસ છે, જોકે, સચિને આજનો જન્મદિવસ ઉજવવાની ના પાડી દીધી છે, તેમના મતે અત્યારે જશ્નનો સમય નથી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
સચીનના જન્મદિવસ પર બીસીસીઆઇ, આઇસીસી સહિત ક્રિકેટના દિગ્ગજોએ શુભકામના પાઠવી છે, ક્રિકેટ લીજેન્ડ્સે સચિનને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.
બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી સચિનને જન્મદિવસની શુભકામના પાઠવી છે, આ માટે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે, જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ટેસ્ટ મેચનો છે.
બીસીસીઆઇએ 11 વર્ષ પહેલા સચિન દ્વારા ઇંગ્લેન્ડની ટીમ સામે ફટકારવામાં આવેલા એક શતકનો વીડિયો પૉસ્ટ કર્યો છે, આ વીડિયો ચેન્નાઇ ટેસ્ટનો છે, જેમાં ઇંગ્લેન્ડ વિરુદ્દ 387 રનોના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા સચિને અણનમ 103 રન બનાવ્યા હતા.
આઇસીસીએ સચિનને જન્મદિવસની શુભકામના પાઠવતા ટ્વીટ કર્યુ, અને એક થ્રેડ શરૂ કર્યો, જેમાં તે ફેન્સ પાસે સચિનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પર મત માંગી રહ્યાં છે.
બીસીસીઆઇ અધ્યક્ષ અને લાંબા સમય સુધી સચિનના ઓપનિંગ પાર્ટનર રહી ચૂકેલા સૌરવ ગાંગુલીએ સચિનને શુભેચ્છા પાઠવી છે.
ઉપરાંત ભારતીય સ્પિનર આર અશ્વિન, કોચ રવિ શાસ્ત્રી, પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓએ સચિનને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion