શોધખોળ કરો

Shane Warne Accident: શેન વોર્નનો ભયંકર અકસ્માત, 15 મીટર સુધી બાઇક સાથે ઘસડાયો, પુત્ર પણ હતો સાથે

ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર શેન વોર્ન બાઇક અકસ્માતમાં ઘાયલ થયો છે. જ્યારે તેમની બાઇકનો અકસ્માત થયો ત્યારે તેમનો પુત્ર પણ તેમની સાથે હતો.

નવી દિલ્હીઃ  ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર શેન વોર્ન બાઇક અકસ્માતમાં ઘાયલ થયો છે. જ્યારે તેમની બાઇકનો અકસ્માત થયો ત્યારે તેમનો પુત્ર પણ તેમની સાથે હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નનો બાઇક સ્લીપ થઇ જતાં અકસ્માત થયો. તે તેમના પુત્ર સાથે બાઇક ચલાવતો હતો તે સમયે અકસ્માત સર્જાયો. બાઇક સ્લીપ થતાં શેન બાઇક સાથે 15 મીટર ઢસડાયો હતો.

સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, શેન વોર્ન પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો. જ્યારે તે પડી ગયો, ત્યારે તે 15 મીટરથી વધુ સુધી બાઇક સાથે ઢસડાયો હતો. દુર્ઘટના બાદ વોર્ને કહ્યું, કે, “હું થોડો ઘાયલ છું. જો કે ગંભીર ઈજા નથી થઇ પરંતુ બીજા દિવસે સવારે દુખાવો વધી ગયો હતો” 52 વર્ષીય ક્રિકેટર શેને ફ્કચરની આશંકાએ તાબડતોબ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ગાબા ખાતે 8 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનરને હજુ પણ કોમેન્ટ્રી કરવાની અપેક્ષા છે. વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન લેગ સ્પિનર કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટનું ખાતુ છે. ઉપરાંત તેમણે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ લીધી છે

અશ્વિને બનાવ્યો અનોખો રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને આઉટ કરવાની સાથે જ પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 418મી વિકેટ લીધી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડી

  • અનિલ કુંબલેઃ 132 ટેસ્ટ, 619 વિકેટ
  • કપિલ દેવઃ  131 ટેસ્ટ, 434 વિકેટ
  • રવિચંદ્રન અશ્વિન: 80 ટેસ્ટ, 418 વિકેટ
  • હરભજન સિંહઃ 103 ટેસ્ટ, 417 વિકેટ

અશ્વિને કેટલી મેચમાં કર્યુ આ કારનામું

અશ્વિને 80 મેચમાં 418 વિકેટ લીધી છે, જ્યારે વસીમ અકરમે 104 મેચમાં 414 વિકેટ લીધી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 30 વખત 5 વિકેટ અને 7 વખત 10 વિકેટ લેવાનું કારનામું કરી ચુક્યો છે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget