શોધખોળ કરો

IPL 2024મા સૌથી ઝડપી બોલ ફેંકનાર મયંક યાદવની ઈજાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે કરશે મેદાનમાં વાપસી

Mayank Yadav Injury Update:  લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને ગુજરાત ટાઇટન્સ સામે ઈજા થઈ હતી. જેના કારણે તે માત્ર 1 ઓવર જ ફેંકી શક્યો હતો. પરંતુ આ ફાસ્ટ બોલરની ઈજા કેટલી ગંભીર છે?

Mayank Yadav Injury Update:  લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને ગુજરાત ટાઇટન્સ સામે ઈજા થઈ હતી. જેના કારણે તે માત્ર 1 ઓવર જ ફેંકી શક્યો હતો. પરંતુ આ ફાસ્ટ બોલરની ઈજા કેટલી ગંભીર છે? શું તે લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચમાં રમી શકશે? હવે, કૃણાલ પંડ્યાએ મયંક યાદવની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. કૃણાલ પંડ્યાના મતે મયંક યાદવ ફિટ છે એટલે કે આગામી મેચમાં રમવાની શક્યતાઓ છે. જો કે, કૃણાલ પંડ્યાએ કહ્યું કે મને ખબર નથી કે શું થઈ રહ્યું છે, પરંતુ મેં તેની સાથે થોડીવાર વાત કરી, તે ઠીક લાગે છે, આ અમારા માટે સારા સમાચાર છે.

મયંક યાદવની ઈજા પર કૃણાલ પંડ્યાએ શું કહ્યું?

કૃણાલ પંડ્યાએ વધુમાં કહ્યું કે મયંક યાદવ એક પરિપક્વ ખેલાડી છે, હું તેને છેલ્લા 2 વર્ષથી ઓળખું છું. તે ગયા વર્ષે પણ ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ જ્યાં સુધી હું તેને ઓળખું છું, તે એક પરિપક્વ ખેલાડી છે. જો કે, કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ માટે મયંક યાદવની ફિટનેસ સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે મયંક યાદવે આ સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ યુવા ફાસ્ટ બોલરે પંજાબ કિંગ્સ સામે 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આઈપીએલ 2024નો આ સૌથી ઝડપી બોલ છે.

આવું રહ્યું છે મયંક યાદવનું પ્રદર્શન...

IPL 2024ની અત્યાર સુધી 3 મેચમાં મયંક યાદવે વિપક્ષી ટીમના 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. તે જ સમયે, મયંક યાદવ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. તમને જણાવી દઈએ કે આ ફાસ્ટ બોલરે પંજાબ કિંગ્સ સામે ડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાની પ્રતિભા બતાવી. મયંક યાદવે RCB સામે 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. જો કે, મયંક યાદવનો ફિટ હોવું એ કેએલ રાહુલની ટીમ માટે સારા સમાચાર છે.

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ટોપ-5 બોલરો 

આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન ટેટના નામે છે, જેણે 2011માં 157.71 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન 157.3 kmph સાથે બીજા સ્થાને છે. તેના પછી ભારતના ઉમરાન મલિક 157 કિમી પ્રતિ કલાક સાથે ત્રીજા સ્થાને છે. એનરિક નોર્ટજે 156.22 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ચોથા નંબરે છે અને ઉમરાન 156 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ફરીથી પાંચમા નંબરે છે. એટલે કે મયંક યાદવ અત્યારે ટોપ ફાઈવમાં નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget