'હું બહેરો નથી...', IPL પહેલા Animal લુકમાં જોવા મળ્યો MS ધોની, ફેન્સ પણ ચોંકી ગયા
Mahendra Singh Dhoni New Look with E Motorad: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક વીડિયોમાં નવા લુકમાં જોવા મળી રહ્યા છે. આમાં ધોની ફિલ્મ એનિમલનો ડાયલોગ પણ બોલી રહ્યો છે.

Mahendra Singh Dhoni New Look with E Motorad: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ એનિમલ ખૂબ જ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં જોવા મળેલો રણબીર કપૂરનો લુક ખૂબ વાયરલ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રણબીર કપૂરના જ લુકમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એમએસ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફિલ્મ એનિમલના સંવાદો બોલતો જોવા મળી રહ્યો છે.
My favourite animal is when DHONI remembers who he is 🔥 pic.twitter.com/Jgr3MDO28f
— EMotorad (@e_motorad) March 18, 2025
એમએસ ધોની સાયકલ ચલાવતો જોવા મળ્યો
એમએસ ધોની ઇ-મોટોરાડ માટે એક જાહેરાત કરતો જોવા મળે છે. આ જાહેરાતમાં ધોની સાથે એનિમલ ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પણ જોવા મળે છે. આ જાહેરાતમાં જ ધોની સંદીપ રેડ્ડી વાંગાને કહે છે કે 'હું સાંભળી શકું છું, હું બહેરો નથી'. આ જાહેરાતમાં ધોનીના સંવાદની સાથે તેની સ્ટાઈલ પણ એનિમલના રણવિજય જેવી છે.
E-Motoradની પ્રોડક્ટ્સ
ઇ-મોટોરાડ એક એવી કંપની છે જે ઇલેક્ટ્રિક સાયકલ બનાવે છે, જેમાં રિમૂવેબલ બેટરી હોય છે. આ બ્રાન્ડની ઈ-સાયકલ એક જ ચાર્જિંગમાં 80 કિલોમીટરથી વધુની રેન્જ આપવાનો દાવો કરે છે. આ કંપની પ્રીમિયમ સાયકલ બનાવે છે. આ કંપનીની સાયકલનું નામ ટી-રેક્સ એર (T-Rex Air) છે, જે પાંચ કલર વેરિએન્ટમાં આવે છે. આ ઇલેક્ટ્રિક સાયકલની કિંમત 34,999 રૂપિયા છે. આ બ્રાન્ડનું બીજું મોડેલ T-Rex+ V3 છે, જેની કિંમત 44,999 રૂપિયા છે.
ઇલેક્ટ્રિક સાયકલ એસેસરીઝ
ઇલેક્ટ્રિક સાયકલ બનાવવા ઉપરાંત, ઇ-મોટોરાડ તેનાથી સંબંધિત એસેસરીઝનું પણ ઉત્પાદન કરે છે. તેમાં હેલ્મેટ, પંપ, લોક, લાઇટ, ફેંડર્સ, બેગ, મોબાઇલ હોલ્ડર, સેડલ કવર, કેરિયર અને બોટલ કેજ જેવી એક્સેસરીઝનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ પ્રોફેશનલ રાઇડર્સ માટે જરૂરી છે.
ધોની-રૈનાએ ‘દમા દમ મસ્ત કલંદર’ પર લગાવ્યા ઠુમકાં
થોડા દિવસ પહેલા ધોની વિકેટ કિપર પંતની બહેનના લગન્માં હાજરી આપવા પહોંચ્યો હતો. લગ્ન સમારોહને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટા ક્રિકેટ સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને ઋષભ પંત પૉપ્યૂલર સૉન્ગ 'દમા દમ મસ્ત કલંદર' પર ડાન્સ કરતા જોવા મળે છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો હતો.
Rishabh Pant , MS Dhoni & Suresh Raina dancing together 🕺🕺😂😂 pic.twitter.com/b03FSVUvGv
— Riseup Pant (@riseup_pant17) March 11, 2025
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
