શોધખોળ કરો
IND VS NZ FINAL: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઇટલ, ટુનામેન્ટમાં આ ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ રન
Champions Trophy 2025 Final: ભારતે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. દરમિયાન શ્રેયસ ઐય્યર, વિરાટ કોહલી અને શુભમન ગિલે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન ફટકાર્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
1/7

Champions Trophy 2025 Final: ભારતે રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. દરમિયાન શ્રેયસ ઐય્યર, વિરાટ કોહલી અને શુભમન ગિલે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન ફટકાર્યા હતા.
2/7

રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમના દરેક ખેલાડીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગની વાત કરીએ તો ટુર્નામેન્ટમાં ભારત માટે વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર અને શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા.
3/7

આ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રેયસ ઐય્યર ટોચ પર છે. ઐયરે 5 ઇનિંગ્સમાં 48.60 ની સરેરાશથી 243 રન ફટકાર્યા હતા. દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી હતી. તેણે ફાઇનલમાં 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી હતી.
4/7

દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ બે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પાકિસ્તાન સામેની હાઈ પ્રેશર મેચમાં અણનમ સદી ફટકારી હતી. તેણે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 5 મેચમાં 54.50 ની સરેરાશથી 218 રન ફટકાર્યા હતા
5/7

ભારતનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પોતાની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યો હતો. આ દરમિયાન, તેણે પહેલી જ મેચમાં બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પછી તેણે પાકિસ્તાન સામે 46 રનની ઇનિંગ રમી હતી. તેણે ફાઇનલમાં રોહિત સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. ગિલે ટુર્નામેન્ટમાં 5 મેચમાં 47ની સરેરાશથી 188 રન ફટકાર્યા હતા.
6/7

ભારતે ફાઇનલમાં ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ન્યૂઝીલેન્ડને ફક્ત 251 રનમાં જ રોકી દીધું. લક્ષ્યનો પીછો કરતા ભારતે રોહિત શર્માની શાનદાર અડધી સદીની મદદથી એક ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
7/7

આ મેચ પહેલા કેપ્ટન રોહિતે ક્યારેય ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં અડધી સદી ફટકારી ન હતી. આ રોહિતની 9મી ICC ટુર્નામેન્ટ ફાઇનલ હતી. જ્યાં તેણે પોતાની પહેલી અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 83 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા જોવા મળ્યા હતા.
Published at : 10 Mar 2025 09:36 AM (IST)
આગળ જુઓ
Advertisement