Mahesh Pithiya: જૂનાગઢના ખેડૂતનો પુત્ર કઇ રીતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને કરી રહ્યો છે મદદ
છેલ્લા 18 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી
IND vs AUS Test Series: છેલ્લા 18 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આ વખતે તે ભારતીય મેદાનો પર વિજય મેળવવા માટે જોરદાર તૈયારી કરી રહી છે. ભારત આવતા પહેલા જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમે નોર્થ સિડનીમાં ભારતમાં મળતી વિકેટ જેવી પીચ તૈયાર કરી હતી અને તેના પર પ્રેક્ટિસ કરી હતી. હવે આ ટીમ બેંગ્લુરુમાં ટ્રેનિંગ કેમ્પ લગાવીને ભારતીય સ્પિનરોનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. ભારતના સ્પિનર્સનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ પણ ગુજરાતના જૂનાગઢના સ્પિનરની મદદ લઈ રહી છે જે આર અશ્વિનની જેમ બોલિંગ કરે છે.
How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they've only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j
— cricket.com.au (@cricketcomau) February 3, 2023
આ સ્પિનરનું નામ મહેશ પીથિયા છે જે અત્યારે માત્ર 21 વર્ષનો છે. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ બરોડા તરફથી રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. અશ્વિન જેવી બોલિંગ એક્શનના કારણે તેને ઓસ્ટ્રેલિયાની ટીમે બોલાવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી આ ખેલાડી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. મહેશ એ જ હોટલમાં રોકાયો છે જ્યાં સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ રોકાઈ છે અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે પ્રવાસ પણ કરી રહ્યો છે.
10 વર્ષ પહેલા પ્રથમ ક્રિકેટ મેચ જોઈ હતી
મહેશ પીથિયાની ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાવાની કહાની રસપ્રદ છે. મહેશે વર્ષ 2013માં જીવનમાં પહેલીવાર ક્રિકેટ મેચ જોઈ હતી. ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. તેણે આ મેચ એક પાનની દુકાનમાં જોઈ હતી. આ મેચમાં તેણે આર અશ્વિનને પણ બોલિંગ કરતો જોયો હતો. જ્યારે તે પોતાના ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો ત્યારે તે અશ્વિનની સ્ટાઈલમાં બોલ ફેંકતો હતો.
Imitators, doctored pitches and throwdown specialists ... get an exclusive inside look at the lengths Australia are going to in India 👀@LouisDBCameron | #INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 3, 2023
મહેશ ધીમે ધીમે વધુ સારો ઓફ સ્પિનર બન્યો અને વિવિધ વય જૂથોમાં રમતી વખતે તેને છેલ્લે તાજેતરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની તક મળી હતી. અહીં બરોડાના થ્રો ડાઉન નિષ્ણાત પ્રિતેશ જોશીએ તેની બોલિંગ એક્શનનો વીડિયો ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ બોલિંગ કોચને ફોરવર્ડ કર્યો હતો. કારણ કે ઓસ્ટ્રેલિયાને ભારતમાં ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે નેટ પ્રેક્ટિસ પર કેટલાક સ્પિનરોની જરૂર હતી. પછી શું હતું, મહેશની એક્શન જોઈને ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચે તરત જ તેને પોતાનો નેટ બોલર બનાવવાનો નિર્ણય લીધો હતો.
મહેશના પિતા જૂનાગઢમાં રહે છે અને ખેતી કરે છે. ત્રણ દિવસ પહેલા સુધી મહેશ વિશે કોઈએ સાંભળ્યું ન હતું. તેણે અત્યાર સુધી માત્ર ચાર રણજી મેચ રમી છે. અહીં તેણે આઠ વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 116 રન પણ બનાવ્યા છે. જો કે, હવે તે આર અશ્વિનના ડુપ્લિકેટ તરીકે સમગ્ર ભારતમાં લોકપ્રિય થયો છે. મહેશ હાલમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસ આપી રહ્યો છે. એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તેણે સૌથી વધુ બોલ સ્ટીવ સ્મિથને ફેંક્યા છે. તેણે એમ પણ કહ્યું છે કે તેણે કેટલીક વખત સ્મિથને પણ આઉટ કર્યો છે.