શોધખોળ કરો
માનુસી છિલ્લર રોહિત શર્મા સાથે વર્લ્ડ કૉવિડ કેમ્પેઇનમાં જોડાઇ, હવે કરશે આ કામ
કોરોના વાયરસથી પ્રભાવિત લોકો માટે ફંડ એકઠુ કરવાના ઉદેશ્યથી માનુસી છિલ્લર એક સુપરસ્ટાર-સ્ટડેડ પહેલ માટે એક ફિટનેસ બ્રાન્ડ સાથે જોડાઇ છે, તે હોમ ટીમ હીરો નામના એક વૈશ્વિક અભિયાનનો ભાગ છે

મુંબઇઃ પૂર્વ મિસ વર્લ્ડ માનુસી છિલ્લરને નોવલ કોરોના વાયરસ વિરુદ્ધ વૈશ્વિક અભિયાનમાં સામેલ કરવામાં આવી છે. તે ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર રોહિત શર્મા ઉપરાંત વૈશ્વિક ફૂટબૉલ આઇકૉન લિયોનન મેસ્સી, ગેરેથ બેલ, ડેવિડ બેકહેમ અને મેસુત ઓજિલની સાથે આ અભિયાનમાં સામેલ થઇ છે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકો માટે ફંડ એકઠુ કરવાના ઉદેશ્યથી માનુસી છિલ્લર એક સુપરસ્ટાર-સ્ટડેડ પહેલ માટે એક ફિટનેસ બ્રાન્ડ સાથે જોડાઇ છે, તે હોમ ટીમ હીરો નામના એક વૈશ્વિક અભિયાનનો ભાગ છે. આ વિશે માનુસી છિલ્લરએ કહ્યું- વૈશ્વિક એડિડાસ અભિયાન હૉમ ટીમ હીરો ચેલેન્જનો ભાગ બનવાને લઇને ખુબ ઉત્સાહિત છું. આ વિશ્વના એથલિટો અને કિઅટર્સ માટે એક અવસર છે, જે વિશ્વસ્તરે કોરોના મહામારીથી પ્રભાવિત લોકો માટે પોતાના વર્કઆઉટની સાથે એકજુથ થવામાં મદદ કરે, અને મને હેશટેગકૉવિડ19ફંડ માટે પોતાનુ થોડુ યોગદાન આપવા પર ગર્વ છે. આ પહેલા પૂર્વ મિસ વર્લ્ડ માનુસી છિલ્લરે રાજ્ય સરકારોથી વંચિતોને દૈનિક રેશનની સાથે સેનિટરી પેડ વહેંચવાનો આગ્રહ કર્યો હતો. માનુસી છિલ્લરએ કૉવિડ-19 સંકટની વચ્ચે આવશ્યક વસ્તુઓ તરીકે સેનિટરી પેડને સામેલ કરવાના સરકારના નિર્ણયની પ્રસંશા કરી હતી. જોકે, તેનુ કહેવુ છે કે સાર્સ-કૉવિડ-2ના કારણે રોજિંદા કામદારોના હાથમાં પૈસાની કમીના કારણે વંચિત મહિલાઓને ગંભીર જોખમ થઇ ગયુ હતુ.
માનુસી આ વર્ષના અંતમાં અક્ષય કુમારની સાથે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ પૃથ્વીરાજથી બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે પુરેપુરી તૈયાર છે.
માનુસી આ વર્ષના અંતમાં અક્ષય કુમારની સાથે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ પૃથ્વીરાજથી બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે પુરેપુરી તૈયાર છે.
વધુ વાંચો




















