શોધખોળ કરો

2nd ODI: જીત મેળવવા રોહિત કરશે આજે બે મોટા ફેરફાર, જુઓ ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાને રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે,

India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ મેચોની બીજી વનડે મેચ રમાશે, 7મી ડિસેમ્બર બુધવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રોહિત એન્ડ કંપની હારનો બદલો લઇને જીતના પાટા પર પાછા ફરવા પ્રયાસ કરશે. રિપોર્ટ છે કે, આજની મેચમાં રોહિત શર્મા એન્ડ રાહુલ દ્રવિડ બે મોટા ફેરફાર કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાને રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે, એકબાજુ રોહિત શર્મા જીત સાથે કમબેક કરવા પ્રયાસ કરશે, તો બીજીબાજુ બાંગ્લાદેશ જીત મેળવીને સીરીઝ સીલ કરવા પ્રયાસ કરશે. 

બે ફેરફાર થઇ શકે ટીમ ઇન્ડિયામાં - 
સુત્રો અનુસાર. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફાર લગભગ સંભવ છે, પ્રથમ મેચમાં અક્ષર પટેલ ફિટ ન હતો તેના કારણે તેને રમાડવામાં ના હતો આવ્યો, પરંતુ આજે તેને મોકો આપવામાં આવી શકે છે. બીજા ફેરફારમાં ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઇજાથી પરેશાન છે, તેની જગ્યાએ આજે યુવા ફાસ્ટ બૉલર ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જાણો આજે શું હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન.... 

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, દીપક ચાહર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન, ઉમરાન મલિક. 

બાંગ્લાદેશ ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), નઝમૂલ હુસૈન શાંતિ, યાસિર અલી, આસિફ હુસૈન, મહમુદુલ્લાહ રિયાદ, મેહદી હસન, હસન મિરાજ, શાકિબ અલ હસન, મુસ્તિફિઝૂર રહેમાન, નામસ અહેમદ, ઇબાદત હુસૈન.

રોહિત શર્માએ પ્રથમ વનડેમાં હાંસિલ કરી મોટી ઉપલબ્ધિ

Rohit Sharma 6th Leading Run Scorer For India in ODI: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ, મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરવા આવેલા રોહિત શર્માએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. જોકે રોહિત ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન હિટમેને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે રોહિત ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે.

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને વનડેમાં 9378 રન બનાવ્યા છે. પરંતુ રોહિતે આજે તેની 27 રનની ઇનિંગ દરમિયાન તેને પાછળ છોડી દીધો હતો. ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે હિટમેન છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેણે વનડેમાં અત્યાર સુધી 9388 રન બનાવ્યા છે. રોહિતે 234મી વનડેની 227મી ઇનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે એવા પાંચ ભારતીય બેટ્સમેન છે જેમણે વનડેમાં રોહિત શર્મા કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર 18426, વિરાટ કોહલી 12344, સૌરવ ગાંગુલી 11221, રાહુલ દ્રવિડ 10768 અને એમએસ ધોની 10599 રન બનાવીને રોહિતથી આગળ છે.

રોહિત ફોર્મમાં નથી

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં તે 27 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જોકે આ દરમિયાન તેણે કેટલાક આકર્ષક સ્ટ્રોક કર્યા હતા. તેણે 27 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. રોહિત લગભગ ત્રણ વર્ષથી ODI ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. જાન્યુઆરી 2020માં, હિટમેને છેલ્લી વખત ODIમાં સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમતા 119 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp AsmitaKutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Embed widget