Mayank Agarwal Becomes Father: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ બન્યો પિતા, વિરાટ-અનુષ્કાએ આપી શુભેચ્છા
Mayank Agarwal Becomes Father: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. મયંકની પત્ની આશિતા સૂદે પુત્રને જન્મ આપ્યો છે અને હવે મયંકે તેની પત્ની અને પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો છે.
Mayank Agarwal Becomes Father: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. મયંકની પત્ની આશિતા સૂદે પુત્રને જન્મ આપ્યો છે અને હવે મયંકે તેની પત્ની અને પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે મયંક 8 ડિસેમ્બરે જ પિતા બન્યો છે, પરંતુ તેણે હવે આ વાતની જાણકારી પોતાના પ્રિયજનોને આપી છે. પુત્રના જન્મની માહિતી આપવાની સાથે મયંકે તેના નામની પણ જાહેરાત કરી છે. ટ્વિટર પર ફોટો શેર કરતા મયંકે લખ્યું, "આભારથી ભરેલા દિલ સાથે, અમે આયાંશનો પરિચય આપીએ છીએ. પ્રકાશનું પ્રથમ કિરણ, અમારો એક ભાગ અને ભગવાનને આપેલી ભેટ.
With our hearts full of gratitude, we introduce Aayansh ♥️
The first Ray of light, a part of US & a Gift of God🧿🧿
08.12.2022 ♥️ pic.twitter.com/mPqW7FTSjl — Mayank Agarwal (@mayankcricket) December 11, 2022
મયંક અગ્રવાલે અને તેની પત્ની આશિતા સૂદને વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ માતા-પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત તેના ચાહકો પણ મોટી સંખ્યામાં અભિનંદન પાઠવી રહ્યા છે.
લગભગ સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ મયંક અને આશિતાએ એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. આશિતાના પિતા કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) છે. આશિતા પોતે કાયદામાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે અને વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તે લાઈફસ્ટાઈલ બ્લોગિંગ પણ કરે છે. આશિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લગભગ 90 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
મયંક ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે
31 વર્ષીય મયંકે માર્ચ 2022 થી ભારત માટે કોઈ મેચ રમી નથી. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત માટે માત્ર ટેસ્ટ મેચ રમે છે, પરંતુ આગામી બાંગ્લાદેશ પ્રવાસ માટે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. તેણે તાજેતરમાં જ કર્ણાટક માટે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો, પરંતુ નવ ઇનિંગ્સમાં માત્ર ત્રણ અડધી સદી ફટકારી શક્યો હતો. મયંક માટે અત્યારે ભારતીય ટીમમાં વાપસી કરવી એક મોટો પડકાર હશે કારણ કે રોહિત શર્માની ગેરહાજરી છતાં ટીમમાં પૂરતા ઓપનર બેટ્સમેન છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા પંજાબ કિંગ્સે તેને કેપ્ટનશીપથી હટાવવાની સાથે રીલીઝ પણ કરી દીધો છે.