રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનમાં બે વર્ષમાં રૂ. ૧૦૯૦ કરોડની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને રૂ. ૨૦૪૫ કરોડના ખાતમુહૂર્ત કામોથી છેવાડાના અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચ્યું.
Gujarat ration card distribution: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર આગામી 12મી ડિસેમ્બરે સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમની વિઝનરી લિડરશીપમાં આ બે વર્ષ દરમિયાન પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગો સહિતના વિભાગોએ જનસેવાને સમર્પિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનો સફળ અમલ કર્યો છે.
વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં બે વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પના બે વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા.
આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલાં મંત્રીઓની ઉપસ્થિતિમાં થયા હતા.
પાણી પુરવઠા વિભાગે આ બે વર્ષમાં રાજ્યભરમાં રૂ. ૧૦૯૦.૩૯ કરોડની યોજનાઓના ખાતમૂહુર્ત અને ૨૦૪૫.૬૩ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગે રાજ્યના ગામોની ગ્રામીણ જનસંખ્યાને પીવાનું પૂરતું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે તેની સંપૂર્ણ વિગતો અને ભવિષ્યના આયોજનની વિસ્તૃત છણાવટ આ માહિતીસભર પુસ્તકોમાં કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે પુસ્તિકાનું વિમોચન થયું છે તેમાં ‘સૌને અન્ન સૌને પોષણ’ અન્વયે રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડ ધારક પરિવારોના ૩.૬૯ કરોડ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેની વિગતો આપી છે. સાથે વિવિધ યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સિદ્ધિઓ પ્રસ્તુત થયેલી છે.
જળ સંપત્તિ વિભાગે રાજ્યના દૂર દરાજના તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં સૌની, સુજલામ સુફલામ યોજના તેમજ ભૂગર્ભજળ સંગ્રહ વૃદ્ધિ માટેના અભિયાનોની સફળતા ‘સેવા સંકલ્પના બે વર્ષ’ પુસ્તકમાં વર્ણવી છે.
ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકોના વિમોચન કર્યા તે અવસરે સંબંધિત વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો....
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે