શોધખોળ કરો
Advertisement
આ વિકેટ-કીપરને મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલ મારવી મોંઘી પડી? જાણો કેમ
મેઘાલયનો વિકેટકીપર બિષ્ટ મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલ મારતો જોવા મળ્યો હતો. બિષ્ટ સ્ટમ્પ તરફ પીઠ ફેરવીને ઊભો હતો અને તેણે સ્ટમ્પ તરફ જોયા વિના જ થ્રો કરી દીધો હતો જે સ્ટમ્પ ન લાગ્યો હતો
નવી દિલ્હી: તાજેતરમાં જ મેઘાયલના વિકેટકીપર પુનીત બિષ્ટ પણ મહેન્દ્ર સિંહ ધોની અંદાજમાં જોવા મળ્યો હતો પરંતુ એમએસ ધોનીની સ્ટાઈલ મારવામાં એક સરળ રનઆઉટ ચૂકી ગયો હતો.
અત્યારે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફી રમાઈ રહી છે. ગુરૂવારે મેઘાલયની ટીમ મધ્ય પ્રદેશ વિરૂદ્ધ મેચ રમી રહી હતી. આ દરમિયાન એક સમયે મેઘાલયનો વિકેટકીપર બિષ્ટ મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલ મારતો જોવા મળ્યો હતો.
મધ્ય પ્રદેશની ઈનિંગની 17મી ઓવરના છેલ્લા બોલે બિષ્ટને આ તક મળી હતી. અહીં રજત પાટીદાર બોલને પોઈન્ટ તરફ ટેબ કરી દોડી ગયો હતો પરંતુ ત્યાં ફિલ્ડર ઊભો હતો અને નોન-સ્ટ્રાઈકરે રન લેવાનું ના પાડી દીધું હતું. પાટીદાર ક્રિઝમાં પરત ફરવા દોડ્યો પણ તે પહેલાં જ બિષ્ટના હાથમાં બોલ આવી ગયો હતો. પાટીદાર ક્રીઝથી ઘણો દૂર હતો પણ બિષ્ટ સ્ટમ્પ તરફ પીઠ ફેરવીને ઊભો હતો અને તેણે સ્ટમ્પ તરફ જોયા વિના જ થ્રો કરી દીધો હતો જે સ્ટમ્પ ન લાગ્યો હતો અને બેટ્સમેનને જીવતદાન મળી ગયું હતું.
— Jatin hasija (@j_hasija) November 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement