વર્લ્ડકપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતના આ બેટ્સમેનને ગણાવ્યો બીજો સહેવાગ, મોકો મળશે તો બની જશે ખતરનાક
માઇકલ ક્લાર્ક કહે છે કે - તે સહેવાગની જેમ એક શાનદાર બેટ્સમેન છે. સહેવાગ જીનિયસ પ્લેયર હતો,
![વર્લ્ડકપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતના આ બેટ્સમેનને ગણાવ્યો બીજો સહેવાગ, મોકો મળશે તો બની જશે ખતરનાક michael clarke says prithvi shaw's batting is look like as virender sehwag, he is second sehwag વર્લ્ડકપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કે ભારતના આ બેટ્સમેનને ગણાવ્યો બીજો સહેવાગ, મોકો મળશે તો બની જશે ખતરનાક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/03/8abf0f80d533422bde5642cd381680c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prithvi Shaw and Virender Sehwag Comparison: ઓસ્ટ્રલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke) એ ટીમ ઇન્ડિયાની બહાર રહેલા ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ (Prithvi Shaw)ને એક શાનદાર બેટ્સમેન ગણાવ્યો છે. તેને કહ્યું કે, આ યુવા વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)ની જેમ રમે છે. માઇકલ ક્લાર્કે આ વાત એક ડૉક્યૂમેન્ટ્ર્રી 'ડાઉન અંડરડૉગ'માં કહી છે.
માઇકલ ક્લાર્ક કહે છે કે - તે સહેવાગની જેમ એક શાનદાર બેટ્સમેન છે. સહેવાગ જીનિયસ પ્લેયર હતો, જે રમતને આગળ લઇ જતો હતો. મારા જેવા લોકોને આ રીતની ક્રિકેટ ખુબ ગમે છે. એટલે સહેવાગ મારો પસંદગીના ખેલાડીઓમાનો એક રહ્યો છે. હું એ જોવા માંગીશ કે ભારતીય ટીમ પૃથ્વી શૉ પર વિશ્વાસ રાખે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પૃથ્વી શૉના ખરાબ પરફોર્મન્સ પર પણ માઇકલ ક્લાર્કે પોતાની વાત કહી. તેને કહ્યું કે - પૃથ્વી હજુ યુવા છે, તેની પાસે એટલી બધી આશા રાખવી ખોટી છે. હજુ તેને વધુ સમય આપવો જોઇએ. તે ઓસ્ટ્રેલિયામાં તેનો પહેલો મોકો હતો. તમારે તેને વધુ મોકા આપવા જોઇએ. મને તેમાં કોઇ શક નથી કે તે સારી રીતે વાપસી કરશે.
અંડર 19 વર્લ્ડકપમાં દમદાર પ્રદર્શન બાદ પૃથ્વી શૉને વર્ષ 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ ખેલાડીએ ટીમ ઇન્ડિયા માટે કેટલીક શાનદાર ઇનિંગ રમી છે. પરંતુ હજુ તેને નિરંતરતા જરૂર છે. હાલમાં તે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)