શોધખોળ કરો

IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ

Beau Webster: ઓસ્ટ્રેલિયા પણ 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે

Beau Webster Debut Sydney Test Confirmed: એક તરફ આકાશદીપની ઈજાના કારણે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે, જોકે હજુ સુધી તેની પુષ્ટી થઈ નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જાહેરાત કરી છે કે સિડનીમાં મિશેલ માર્શની જગ્યાએ બ્યૂ વેબસ્ટરને તક આપવામાં આવશે.

માર્શ માટે વર્ષ 2023 શાનદાર વર્ષ હતું, જેના માટે તેને એલન બોર્ડર મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2024 તેમના માટે ઘણું ખરાબ રહ્યું છે. ભારત સામેની વર્તમાન શ્રેણીની 4 મેચમાં તે 10.43ની એવરેજથી માત્ર 73 રન જ કરી શક્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 6 ઇનિંગ્સમાં તેણે માત્ર 3 વિકેટ લીધી છે. જો આપણે 2024 ના આખા વર્ષના તેના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 15 ઇનિંગ્સમાં માત્ર 283 રન કર્યા છે અને બોલિંગમાં માત્ર 5 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટને પુષ્ટી કરી છે

પેટ કમિન્સે ગુરુવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મિશેલ માર્શ વિશે જણાવ્યું હતું કે, "મિશેલ માર્શે આ સીરિઝમાં અપેક્ષા મુજબ રન કરી શક્યો નથી અને વિકેટ પણ ઝડપી શક્યો નથી. તેથી અમને લાગ્યું કે તેને આરામ આપવાની જરૂર છે. બ્યૂ વેબસ્ટર તે ટીમનો ભાગ છે. અને તેનું ફોર્મ પણ શાનદાર છે. હવે એવું લાગે છે કે વેબસ્ટરને તક આપવાનો સમય આવી ગયો છે.

31 વર્ષીય અને સાડા છ ફૂટની હાઇટ ધરાવનાર બ્યૂ વેબસ્ટરે અત્યાર સુધીમાં 93 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 37.83ની બેટિંગ એવરેજથી 5,297 રન બનાવ્યા છે. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેના નામે 12 સદી અને 24 અડધી સદી પણ છે. તે મીડિયમ પેસ બોલિંગ કરે છે. તેણે અત્યાર સુધીમાં 148 વિકેટ લીધી છે.

Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

ટોપ સ્ટોરી

અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
BCCIએ પ્રજ્ઞાન ઓઝાને બનાવ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પોવારની પણ એન્ટ્રી
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
જસપ્રીત બુમરાહને રવિ શાસ્ત્રીની સલાહ, કહ્યું- 'જો 2027 વર્લ્ડ કપ રમવાનો છે તો...' 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 
ભુવનેશ્વરની વાપસી, NZ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI માંથી બહાર થશે આ ખેલાડી! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget