World Cup 2023: મોહમ્મદ શમીએ નોંધાવ્યો વધુ એક રેકોર્ડ, વર્લ્ડ કપમાં કોઈ ભારતીય બોલર નથી કરી શક્યો આ કારનામું
Mohammed Shami Stats: વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ યથાવત છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ રમાઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યુઝીલેન્ડે 41 ઓવરમાં 4 વિકેટે 286 રન બનાવી લીધા છે.
Mohammed Shami Stats: વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ યથાવત છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ રમાઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યુઝીલેન્ડે 41 ઓવરમાં 4 વિકેટે 286 રન બનાવી લીધા છે. તો બીજી તરફ, મોહમ્મદ શમીએ ભારત માટે તમામ 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ શમીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. આ સિવાય મોહમ્મદ શમી એ ભારતીય બોલર છે જેણે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી છે.
મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 20 વિકેટ લીધી છે
આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી સતત ઘાતક બોલિંગનો નજારો રજૂ કરી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ અત્યાર સુધી 6 મેચમાં 20 વિકેટ ઝડપી છે. સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે, પરંતુ ખાસ વાત એ છે કે મોહમ્મદ શમી સૌથી ઓછી 6 મેચ રમ્યો છે. જ્યારે ટોપ-4માં સામેલ તમામ બોલરોએ ઓછામાં ઓછી 9 મેચ રમી છે.
5️⃣0️⃣ CWC Wickets & counting ⚡⚡
— BCCI (@BCCI) November 15, 2023
Spectacular Shami 👏👏
Follow the match ▶️ https://t.co/yh8963Yhn3…#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EU1YJ61L7a
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર...
મોહમ્મદ શમી પછી, ઝહીર ખાન વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા નંબર પર છે. ઝહીર ખાનના નામે 44 વિકેટ છે. તો બીજી તરફ, ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જવાગલ શ્રીનાથે 33 વર્લ્ડ કપ મેચમાં 44 વિકેટ લીધી હતી. આ પછી જસપ્રીત બુમરાહનો નંબર છે. જસપ્રીત બુમરાહે 19 ODI વર્લ્ડ કપ મેચોમાં 35 ખેલાડીઓને આઉટ કર્યા છે. જ્યારે, અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા, કપિલ દેવ, મનોજ પ્રભાકર અને મદન લાલના નામ અનુક્રમે આ યાદીમાં છે. આ બોલરોએ અનુક્રમે 31, 28, 28, 24 અને 22 વિકેટ લીધી હતી.
ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.