શોધખોળ કરો
Advertisement
ભારતનો આ બૉલર બન્યો 2019નો નંબર-1 વિકેટટેકર, એકજ વર્ષમાં લીધી આટલી બધી વિકેટો.......
2019માં સૌથી વધુ વિકેટો ઝડપનારા બૉલરોમાં ટૉપ 5માં ભારતના બે બૉલરોને સ્થાન મળ્યુ છે
વિશાખાપટ્ટનમઃ ટીમ ઇન્ડિયાના અનુભવી બૉલર મોહમ્મદ શમીએ ફરી એકવાર પોતાનુ મહત્વ બતાવતા ખરા સમયે ટીમને મદદ કરી. શમીએ એક ઓવરમાં બે વિકેટો ઝડપીને ટીમને તો ફાયદો કરાવ્યો પણ સાથે સાથે તેના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાઇ ગયો.
ગઇકાલે રમાયેલી સીરીઝની બીજી વનડેમાં ભારતીય ટીમે જીત મેળવીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી. મેચમાં જ્યારે ભારતને વિકેટની જરૂર હતી ત્યારે મોહમ્મદ શમીને બોલાવવામાં આવ્યો અને શમીએ એકજ ઓવરમાં પૂરન અને પોલાર્ડને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે જ શમી 40 વિકેટ લઇને ટૉપ પર પહોંચી ગયો હતો.
મોહમ્મદ શમીએ 2019માં સૌથી વધુ વિકેટો લીધી, શમી 40 વિકેટો ઝડપીને 2019 વર્ષમાં સૌથી વધુ વિકેટો લેનારા બૉલરોના લિસ્ટમાં ટૉપ પર નંબર-1 પૉઝિશન પર આવી ગયો હતો.
2019માં સૌથી વધુ વિકેટો લેનારા બૉલરો......
40 વિકેટ - મોહમ્મદ શમી, ભારત
38 વિકેટ - ટ્રેન્ટ બૉલ્ટ, ન્યૂઝીલેન્ડ
35 વિકેટ - લૉકી ફર્ગ્યૂસન, ન્યૂઝીલેન્ડ
34 વિકેટ - મુસ્તિફિઝૂર રહેમાન, બાંગ્લાદેશ
33 વિકેટ - ભુવનેશ્વર કુમાર, ભારત
2019માં સૌથી વધુ વિકેટો ઝડપનારા બૉલરોમાં ટૉપ 5માં ભારતના બે બૉલરોને સ્થાન મળ્યુ છે.2 in 2! Shami's twin strikeshttps://t.co/6ZOLgO2W0L via @bcci
— jasmeet (@jasmeet047) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ગેજેટ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion