મોહમ્મદ સિરાજને DSP બનવા પર તેલંગાણા સરકાર તરફથી કેટલો મળશે પગાર ? જાણો
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ વર્ષે તેલંગાણા સરકારે DSPના પદ પર નિયુક્ત કર્યા હતા.
Mohammed Siraj DSP Salary: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ વર્ષે તેલંગાણા સરકારે DSPના પદ પર નિયુક્ત કર્યા હતા. ડીએસપી તરીકે તેમની નિમણૂકની જાહેરાત આ વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી, જ્યારે તેનું જોઈનિંગ ઓક્ટોબર મહિનામાં થયું હતું. તમને યાદ અપાવી દઈએ કે ભારત T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ તેલંગાણા સરકારે સિરાજને 600 ગજનો પ્લોટ આપવા ઉપરાંત સરકારી નોકરીનું વચન આપ્યું હતું. પરંતુ અત્યાર સુધી બધા અજાણ છે કે સિરાજ ડીએસપી બન્યો છે, પરંતુ પોલીસ ફોર્સમાં જોડાયા પછી તેનો પગાર કેટલો છે ?
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ડીએસપી બન્યા બાદ મોહમ્મદ સિરાજનો પગાર ગ્રેડ 58,850 રૂપિયાથી લઈને 1,37,50 રૂપિયા સુધીનો છે. પગારની સાથે તેમને મેડિકલ, ટ્રાવેલ અને ઘર ભાડા માટે અલગથી ભથ્થા મળશે. તમને જણાવી દઈએ કે ડીએસપી પદ પર બેસવા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ સિરાજે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આ સંદર્ભમાં તેલંગાણા સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે મોહમ્મદ સિરાજને છૂટ આપવામાં આવી છે.
મોહમ્મદ સિરાજ BCCIમાંથી કેટલી કમાણી કરે છે ?
વર્ષ 2024 માટે બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ અનુસાર, મોહમ્મદ સિરાજને ગ્રેડ Aમાં સામેલ કરવામાં આવ્યો છે. A ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર મળે છે. IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે તેને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય આ ભારતીય બોલર જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.
સિરાજ પહેલા જોગીન્દર શર્મા ડીએસપીના પદ પર કામ કરતા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પંજાબમાં ડીએસપી રહી ચૂકી છે. બીજી તરફ, 2022 કોમનવેલ્થ ગેમ્સ અને 2023 એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન બાદ દીપ્તિ શર્માને યુપી પોલીસમાં ડીએસપીનું પદ મળ્યું. મોહમ્મદ સિરાજની વાત કરીએ તો તે હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-0થી આગળ છે.
મોહમ્મદ સિરાજ IPL 2025માં RCB નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે. ગુજરાત ટાઈટન્સની ટીમે મોહમ્મદ સિરાજને 12.25 કરોડમાં ખરીદ્યો હતો. સિરાજ છેલ્લા 7 વર્ષથી આરસીબીનો ભાગ હતો.
RCB નો સાથ છૂટી જતા ભાવૂક થયો મોહમ્મદ સિરાજ, ઈમોશનલ પોસ્ટ કરી લખ્યો ખાસ મેસેજ