RCB નો સાથ છૂટી જતા ભાવૂક થયો મોહમ્મદ સિરાજ, ઈમોશનલ પોસ્ટ કરી લખ્યો ખાસ મેસેજ
મોહમ્મદ સિરાજ IPL 2025માં RCB નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે.
![RCB નો સાથ છૂટી જતા ભાવૂક થયો મોહમ્મદ સિરાજ, ઈમોશનલ પોસ્ટ કરી લખ્યો ખાસ મેસેજ Mohammed siraj share emotional video and note for rcb after picking for gujarat titans in ipl 2025 mega auction watch RCB નો સાથ છૂટી જતા ભાવૂક થયો મોહમ્મદ સિરાજ, ઈમોશનલ પોસ્ટ કરી લખ્યો ખાસ મેસેજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/9d4cf392f7a48753890776b1d4b3034b173264405876078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mohammed Siraj Emotional Video For RCB: મોહમ્મદ સિરાજ IPL 2025માં RCB નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે. ગુજરાત ટાઈટન્સની ટીમે મોહમ્મદ સિરાજને 12.25 કરોડમાં ખરીદ્યો હતો. સિરાજ છેલ્લા 7 વર્ષથી આરસીબીનો ભાગ હતો. હવે RCB છોડ્યા બાદ સિરાજે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને એક લાંબી નોટ લખી છે.
મોહમ્મદ સિરાજે એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે RCB સાથે વિતાવેલી પોતાની ખાસ પળો શેર કરી છે. આ વીડિયોમાં સિરાજ અને આરસીબી વચ્ચે એક અલગ કનેક્શન જોવા મળ્યું હતું.
View this post on Instagram
વીડિયો શેર કરતી વખતે સિરાજે એક લાંબું કેપ્શન લખ્યું છે. કેપ્શનની શરૂઆત કરતા સિરાજે લખ્યું, "મારી પ્રિય RCB માટે, RCB સાથેના સાત વર્ષ મારા હૃદયની ખૂબ નજીક છે. હું RCBના શર્ટમાં મારો સમય યાદ કરું છું મારું હૃદય કૃતજ્ઞતા, પ્રેમ અને લાગણીથી ભરાઈ જાય છે. જે દિવસે મે પહેલીવાર જર્સી પેહરી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી વચ્ચે આ પ્રકારનું બોન્ડ બનશે."
સિરાજે આગળ લખ્યું, "મારા દ્વારા આરસીબીના રંગમાં ફેંકવામાં આવેલા પ્રથમ બોલથી લઈ દરેક વિકેટ લેવા સુધી, રમેલી દરેક મેચ, તમારી સાથે પસાર કરેલી દરેક ક્ષણ, સફર અસાધારણથી ઓછી ન હતી. ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ તે બધા વચ્ચે એક વસ્તુ સ્થિર રહી છે. તમારો અતૂટ સપોર્ટ. RCB માત્ર એક ફ્રેન્ચાઇઝીથી ઘણુ વધારે છે. તે એક અહેસાસ છે, તે દિલની ધડકન છે, એક પરિવાર જે ઘર જેવું લાગે છે."
સિરાજે બહુ લાંબી પોસ્ટ લખી. આ વીડિયો પોસ્ટમાં સિરાજે ગીતનો ઉપયો કર્યો, 'ના હમારા, ના તુમ્હારા હુઆ, ઈશ્કા કા યે સિતમ ના ગંવારા હુઆ' આ વીડિયો પર કોમેન્ટ કરતાં ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાને લખ્યું કે, અબ તૂ હમારા હુઆ.'
મોહમ્મદ સિરાજની આઈપીએલ કારકિર્દી
મોહમ્મદ સિરાજે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 93 મેચ રમી છે. આ મેચોની 93 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 30.34ની એવરેજથી 93 વિકેટ લીધી છે, જેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 4/21 હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)