શોધખોળ કરો

IPL ના 17 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બની આવી ઘટના, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં રચ્યો ઈતિહાસ

Highest Powerplay Score In IPL History: સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ઇતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, બંને ઓપનરોએ પ્રથમ 6 ઓવરમાં એટલે કે પાવરપ્લેમાં રેકોર્ડ 125 રન બનાવ્યા હતા.

Highest Powerplay Score In IPL History: સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ઇતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, બંને ઓપનરોએ પ્રથમ 6 ઓવરમાં એટલે કે પાવરપ્લેમાં રેકોર્ડ 125 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં પાવરપ્લેમાં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે હતો. IPL 2017માં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પ્રથમ 6 ઓવરમાં 105 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 12 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે જ સમયે, ટ્રેવિસ હેડ 32 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો છે. ટ્રેવિસ હેડે  પોતાની ઇનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.

IPL ઇતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ટીમો...

જોકે, હવે સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ ઈતિહાસમાં પાવરપ્લે ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. પેટ કમિન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને પાછળ છોડી દીધું. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. IPL 2014માં પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટે 100 રન બનાવ્યા હતા. આ પછી ફરી ચેન્નાઈ સુપર કિંગ્સ છે. IPL 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ 6 ઓવરમાં 90 રન બનાવ્યા હતા. જ્યારે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ 6 ઓવરમાં 1 વિકેટે 88 રન બનાવ્યા હતા.

તે જ સમયે, જો આ મેચની વાત કરીએ તો, સમાચાર લખવાના સમય સુધી, સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 15 ઓવર પછી 4 વિકેટે 205 રન છે. અભિષેક શર્મા બાદ એડન માર્કરામ 1 રન બનાવીને વોકઆઉટ થયો હતો. જ્યારે ટ્રેવિસ હેડે 32 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અત્યાર સુધી કુલદીપ યાદવે દિલ્હી કેપિટલ્સ માટે ત્રણ સફળતા મેળવી છે.

હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી

ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. 3 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 62 રન છે. જ્યારે અભિષેક શર્મા બે બોલમાં આઠ રન પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget