(Source: ECI/ABP News/ABP Majha)
MS Dhoni Police: મહેન્દ્રસિંહ ધોનીએ ફરી ફેન્સને કર્યા આશ્વર્યચકિત, પોલીસ અધિકારીની વર્દીમાં જોવા મળ્યો
ધોનીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતો જોવા મળે છે. આ વખતે પણ તેણે તેના ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે. વાસ્તવમાં આ દિવસોમાં ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ધોની પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે.
MS Dhoni as police for an ad ! 🤩@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/QKCTHUUtVo
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) February 2, 2023
વાસ્તવમાં ધોની પોલીસ અધિકારી બન્યો નથી. તેમજ ધોનીએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો નથી. માહી સતત જાહેરાતોમાં જોવા મળે છે. આમાં તેનો અલગ લુક જોવા મળે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. ધોની એક જાહેરાતમાં પોલીસ ઓફિસર બન્યો છે.
MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh
— Johns. (@CricCrazyJohns) February 2, 2023
ધોનીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
આ જાહેરાતમાં ધોનીનો પોલીસ ઓફિસર તરીકેનો લુક વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો આ નવો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે. ફેન્સ ધોનીના આ નવા લુક પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
Ms dhoni as police finded Mahendra has 9 fir
— ࿐ᴮᵒˢˢSathya Sriᴿᵒʰᶦᵗ☞ᴷᴵᴬᴿᴬ࿐мαғıα (@SathyaSriBoss45) February 2, 2023
And he is in search of him pic.twitter.com/me8K0zlFsz
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે. નવેમ્બર 2011માં એક સમારોહ દરમિયાન ધોનીને આ માનદ પદ આપવામાં આવ્યું હતું. સેનાનો ભાગ બન્યા બાદ ધોનીને તે તમામ સુવિધાઓ મળી રહી છે જે સેનાના જવાનને મળે છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેના માનમાં ધોનીને સેનામાં આ સન્માન મળ્યું હતું.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારથી તે માત્ર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જ રમતો જોવા મળે છે. ધોની IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ધોની હવે આઈપીએલ 2023ની સીઝનમાં પણ રમતા જોવા મળશે.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયામાં આ ધાકડ ઓલરાઉન્ડરની થઇ વાપસી, ફિટનેસ ટેસ્ટ પાસ
IND vs AUS 1st Test, Ravindra Jadeja: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝની પહેલી મેચ માટે પુરેપુરી રીતે ફિટ અને તૈયાર છે. લાંબા સમયથી પોતાની ઇજા સામે ઝઝૂમી રહેલો રવીન્દ્ર જાડેજા હવે ફરી એકવાર મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. રવીન્દ્ર જાડેજા આગામી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં રમી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. આ મેચ માટે રવીન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ બુધવારે (1 ફેબ્રુઆરી) ભાગ લેવાની તેની તૈયારી પર એક ફિટનેસ રિપોર્ટ જાહેર કર્યો, તે અનુસાર નાગપુરમાં ટીમના બાકીને સભ્યોમાં સામેલ થવાનો માર્ગ ખુલ્યો, જ્યાં ટીમ ટેસ્ટ અને સીરીઝની માટે એક નાનો કેમ્પ લગાવશે.