શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બીજેપીના દિગ્ગજ નેતાની ધોનીને સલાહ, ધોની સારો લીડર, તેને 2024ની લોકસભા લડવી જોઇએ

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ધોનીને આગામી ચૂંટણી, 2024 લોકસભા લડવાની સલાહ આપી છે. જોકે ધોનીએ હજુ સુધી કોઇ રાજકીય પાર્ટીનુ સમર્થન નથી કર્યુ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તેને આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી કરી હતી. ધોનીના સન્યાસ બાદ બીજેપીના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનીને ખાસ સલાહ આપી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ધોનીને આગામી ચૂંટણી, 2024 લોકસભા લડવાની સલાહ આપી છે. જોકે ધોનીએ હજુ સુધી કોઇ રાજકીય પાર્ટીનુ સમર્થન નથી કર્યુ. બીજેપીના દિગ્ગજ નેતાની ધોનીને સલાહ, ધોની સારો લીડર, તેને 2024ની લોકસભા લડવી જોઇએ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે પોતાના ટ્વીટર પર લખ્યું- એમએસ ધોની ક્રિકેટમાંથી રિટાયર થઇ રહ્યાં છે, પરંતુ કોઇ બીજી ચીજથી નહીં. પડકારોથી લડવાની તેમની પ્રતિભા અને એક ટીમનું નેતૃત્વ કરવાની જે ક્ષમતા તેમને ક્રિકેટમાં બતાવી છે, તેની સાર્વજનિક જીવનમાં પણ જરૂર છે, તેમને 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ધોનીની નેતૃત્વ ક્ષમતાને આખી દુનિયા જોઇ ચૂકી છે. એક ટીમને કઇ રીતે એકસાથે રાખીને મોટા પડકારોને પહોંચી વળતા તે ધોનીને સારી રીતે આવડે છે. આ જ આવડતથી ધોનીએ બે-બે વર્લ્ડકપ ભારતને અપાવ્યા છે. બીજેપીના દિગ્ગજ નેતાની ધોનીને સલાહ, ધોની સારો લીડર, તેને 2024ની લોકસભા લડવી જોઇએ કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. બીજેપીના દિગ્ગજ નેતાની ધોનીને સલાહ, ધોની સારો લીડર, તેને 2024ની લોકસભા લડવી જોઇએ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
Embed widget