મુંબઇઃ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવામાં ફાઇવ સ્ટાર હોટલમાં થયો હોબાળો, આરોપીઓએ કાર પર કર્યો હુમલો
મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો
મુંબઇઃ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉ પોતાના મિત્રો સાથે મુંબઇની સહારા સ્ટાર હોટલની મેન્શન ક્લબમાં ગયો હતો. તે દરમિયાન આરોપીઓ સના ગિલ અને શોબિત ઠાકુરે પૃથ્વીને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને એક વખત સેલ્ફી લીધા બાદ આરોપીએ ફરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પૃથ્વી શૉએ ના પાડી હતી. બાદમા વિવાદ વધતા હોટલના મેનેજરે બંન્ને આરોપીઓને હોટલની બહાર કાઢી મુક્યા હતા.
જેના કારણે ગુસ્સે થયેલા આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને કાર જોગેશ્વરી લિંક રોડ લોટસ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે તેને રોકી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ પછી આરોપીઓએ બેઝ બોલ બેટથી વાહનના કાચ તોડી નાખ્યા. સદનસીબે તે સમયે પૃથ્વી કારમાં નહોતો. તે હોટલથી બીજી કારમાં ઘરે જવા નીકળ્યો હતો, કાર પર હુમલો થયો ત્યારે પૃથ્વીનો મિત્ર તે કારમાં હાજર હતો. આ કેસમાં ફરિયાદી એક બિઝનેસમેન છે અને ક્રિકેટર પૃથ્વીનો મિત્ર પણ છે.
એટલું જ નહીં, આરોપીઓએ પૃથ્વીના મિત્રને ધમકી આપી હતી કે જો મામલો દબાવવો હોય તો 50 હજાર રૂપિયા આપી દે, નહીંતર તેને ખોટા કેસમાં ફસાવી દેશે. આ અકસ્માત બાદ પૃથ્વીનો મિત્ર તૂટેલી કારના કાચ લઈને ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની ફરિયાદના આધારે પોલીસે સના ગિલ અને શોબિત ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે પોલીસે IPCની કલમ 384,143, 148,149, 427,504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.
Border Gavaskar Trophy: દિલ્હી ટેસ્ટમાં વર્ષો બાદ તુટશે આ મોટા રેકોર્ડ, અશ્વિનથી લઇને જાડેજા કરશે આ કારનામુ, જાણો
Border Gavaskar Trophy: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ આગામી 17મી ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે, આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને એક મોટો ચાન્સ છે, અને વર્ષો જુના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવા માટે મોકળુ મેદાન મળી ગયુ છે. ઘરઆંગણે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતના સ્ટાર ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિનથી લઇને રવિન્દ્ર જાડેજા મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. જાણો દિલ્હી ટેસ્ટમાં ભારત કયા કયા મોટા રેકોર્ડને પોતાના નામે કરી શકે છે, દિલ્હી ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે કેમ ખાસ ગણાશે.
દિલ્હીમાં ટેસ્ટમાં રેકોર્ડની લાઇન લાગશે -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી દિલ્હી ટેસ્ટમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક વિકેટ લેતાની સાથે જ તેની 250 ટેસ્ટ વિકેટો પુરી કરી લેશે.
રવિચંદ્રન અશ્વિન પણ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અશ્વિનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તે સૌથી વધુ વિકેટો લેનારો ત્રીજો ભારતીય બૉલર છે. દિગ્ગજ અનિલ કુમ્બલેના નામે સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ છે.તેને 7 મેચમાં 16.79ની એવરેજથી 58 વિકેટો ઝડપી છે. તેને આ જ મેદાન પર પાકિસ્તાન વિરુદ્ધ એક ઇનિંગમાં 10 વિકેટો ઝડપી હતી. બીજા નંબર પર દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ છે. તેને 9 મેચોમાં 26.53 ની એવરેજથી વિકેટો લીધી છે.
રવિચંદ્રન અશ્વિનની પાસે કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. અશ્વિનની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં કપિલ દેવથી આગળ નીકળવાનો મોકો છે. તેને 4 મેચોમાં 20.11 ની એવરેજથી 27 વિકેટો ઝડપી છે. અહીં તેને 3 વાર 5 વિકેટો ઝડપી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે ત્રણ વિકેટ લેતાની સાથે જ કાંગારુ ટીમ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટો લેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો રેકોર્ડ ખુબ સારો છે.તેને 6 વાર 5 વિકેટો ઝડપી છે. એકવાર મેચમાં બન્ને ઇનિંગોમાં મળીને 10 વિકેટો પણ લીધી છે