શું IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ છોડશે તિલક વર્મા? RCB જોઈન કરી શકે છે ધાકડ ખેલાડી
IPL 2025: RCB અને મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં બે ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. MIનો તિલક વર્મા આ સિઝનમાં બેંગલુરુ ટીમ માટે રમતો જોવા મળી શકે છે. જાણો કેવી રીતે?

Tilak Varma Devdutt Padikkal Trade: અત્યાર સુધી IPL 2025 માં, તે બધી ટીમો ખિતાબ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે, જેમણે ક્યારેય ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો નથી. પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબીએ પણ તેમના દમદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. ગયા સોમવારે, બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, તે હાઈ-સ્કોરિંગ મેચમાં, RCB 12 રનથી જીતી ગયું હતું. આ દરમિયાન, દાવો કરવામાં આવી રહ્યા છે કે RCB અને MI વચ્ચે મોટો સોદો થવાનો છે. એવી અટકળો છે કે તિલક વર્માને બેંગ્લોર મોકલી શકાય છે અને તેમના સ્થાને દેવદત્ત પડિકલને MI ટીમમાં સામેલ કરી શકાય છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RCB ટૂંક સમયમાં તિલક વર્માના બદલે દેવદત્ત પડિકલનો ટ્રેડ કરી શકે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે તિલક વર્માના નિરાશાજનક પ્રદર્શન બાદ એમઆઈ કેમ્પમાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ ગઈ હોવાની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા અને મુંબઈ ટીમ મેનેજમેન્ટ મેચ ફીનીશ કરવાની તેની ક્ષમતાથી ખુશ નથી. એબીપી લાઈવ આ સમાચારની પુષ્ટિ કરતું નથી.
દેવદત્ત પડીકલ MIની બેટિંગને મજબૂત બનાવશે
દેવદત્ત પડિકલ આરસીબી માટે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને તેના આગમનથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઇનઅપ ખૂબ મજબૂત બની શકે છે. પડિકલે અત્યાર સુધી ચાર મેચમાં ફક્ત 78 રન બનાવ્યા છે, પરંતુ તે પાછલી સીઝનમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. બીજી બાજુ, જો આપણે તિલક વર્માની વાત કરીએ, તો તેણે વર્તમાન સિઝનમાં રમાયેલી 5 મેચમાં અત્યાર સુધીમાં 151 રન બનાવ્યા છે અને એક અડધી સદી પણ ફટકારી છે.
2024નું વર્ષ હતું જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓના ટ્રેડની ઘટના સમાચારમાં હતી. IPL 2024 ની શરૂઆત પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટ્રેડ થયો હતો. હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં પાછો લાવવા માટે મુંબઈ ઈન્ડિયન્સે કેમેરોન ગ્રીનને ગુજરાત ટાઇટન્સમાં મોકલ્યો હતો. જો કે, આ હદુ સુધી આ બન્ને ટીમો વતી કોઈ નિવેદન આ અંગે આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, ગત મેચમાં તિલક વર્માએ 29 બોલમાં 56 રનનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.




















