Women's T20 World Cup: મુનીબા અલીએ પાકિસ્તાન માટે રચ્યો ઇતિહાસ, ટી-20 વર્લ્ડકપ 2023માં ફટકારી સદી
ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ પાકિસ્તાનની મહિલા ટીમ લગભગ 18 વર્ષથી રમી રહી છે, પરંતુ બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 ના રોજ પહેલીવાર કોઈ બેટ્સમેને સદી ફટકારી છે
કેપટાઉનઃ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ પાકિસ્તાનની મહિલા ટીમ લગભગ 18 વર્ષથી રમી રહી છે, પરંતુ બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 ના રોજ પહેલીવાર કોઈ બેટ્સમેને સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે T20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં સદી જોવા મળી હતી. પાકિસ્તાન ટીમની ઓપનર મુનીબા અલી સિદ્દીકીએ પોતાના દેશ માટે આ કારનામું કરીને ઈતિહાસ રચી દીધો છે. મુનીબા 68 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 102 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
Sensational from Muneeba Ali 🙌
— ICC (@ICC) February 15, 2023
It’s the highest score of the tournament so far!
And the first century ever in Women’s T20Is for Pakistan!
Follow LIVE 📝: https://t.co/g33hUCdnPV#PAKvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/mYVqjSOUb9
નોંધનીય છે કે આ પહેલા પાકિસ્તાન માટે મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 75 રનનો હતો, જે નિદા ડારે બનાવ્યો હતો, પરંતુ આ મેચમાં મુનીબા અલી સિદ્દિકી એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનારી છઠ્ઠી મહિલા ખેલાડી બની ગઈ છે. તેના પહેલા ડિઆન્ડ્રા ડોટિન, મેગ લેનિંગ, હરમનપ્રીત કૌર, હીથર નાઈટ અને લિઝેલ લીએ આ કરિશ્મા કર્યો હતો.
Terrific performance as Pakistan clinch their first win of the tournament 🙌#T20WorldCup | #BackOurGirls | #PAKvIRE pic.twitter.com/qKm9pKXvBJ
— Pakistan Cricket (@TheRealPCB) February 15, 2023
આ મેચની વાત કરીએ તો મુનીબા અલીની સદીની મદદથી પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મુનીબાએ 102 અને નિદા ડારે 33 રન બનાવ્યા હતા. જ્યારે આયરલેન્ડની ટીમ 16.3 ઓવરમાં 95 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ રીતે પાકિસ્તાને 70 રનથી જીત મેળવી હતી. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ડાબોડી બેટ્સમેન મુનીબા અલીએ ટી20 વર્લ્ડ કપની ગ્રુપ બીની મેચમાં આયરલેન્ડ સામે 66 બોલમાં સદી ફટકારી હતી.
Etching her name in the record books ✍️
— Pakistan Cricket (@TheRealPCB) February 15, 2023
An outstanding 💯 by @MuneebaAli17 👏#T20WorldCup | #BackOurGirls | #PAKvIRE pic.twitter.com/h91HB1fzS1
HISTORIC! 🙌🏼
— Pakistan Cricket (@TheRealPCB) February 15, 2023
💯 Muneeba Ali becomes the first-ever Pakistan batter to score a century in Women's T20 World Cups & T20 Internationals! #T20WorldCup #BackOurGirls #PAKvIRE pic.twitter.com/b0P6ZcDU31