શોધખોળ કરો

Murali Vijay Retirement: ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને કરી નિવૃત્તિની જાહેરાત, લખી ઈમોશનલ પોસ્ટ

Murali Vijay Retirement: સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીએ બપોરે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી છે.

Murali Vijay Retirement:   સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીએ બપોરે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી છે. તેણે ટ્વિટમાં પોતાના પ્રશંસકો અને ટીમ ઈન્ડિયાનો પણ આભાર માન્યો છે. વિજયને ભારત તરફથી ODI ફોર્મેટમાં રમવાની વધુ તક મળી ન હતી. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટની 61 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 12 સદી પણ ફટકારી હતી. વિજયના નામે સ્પેશિયલ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલ છે. ભારત તરફથી રમતા તેણે ચેતેશ્વર પૂજારા સાથે ટેસ્ટમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીના રેકોર્ડ બનાવ્યો છે.

ફેબ્રુઆરી-માર્ચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીની બીજી મેચ 2 માર્ચથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 237 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે મુરલી વિજય અને વીરેન્દ્ર સેહવાગ ઓપનિંગ કરવા આવ્યા હતા. સેહવાગ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. સેહવાગના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. પુજારા અને વિજય વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. બંનેએ 370 રન બનાવ્યા હતા. ભારત માટે બીજી વિકેટ માટે આ સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી હતી.

5 વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર

ભારતીય ક્રિકેટર મુરલી વિજય ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. છેલ્લી વખત તે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. તે છેલ્લે 2019માં ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. ત્યારથી તે મેદાનમાંથી ગાયબ છે. ગયા વર્ષે તે ચોક્કસપણે તમિલનાડુ પ્રીમિયર લીગ (TPL) રમ્યો હતો પરંતુ તે IPLમાંથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી શક્યો ન હતો. થોડા દિવસ પહેલા તેણે આ અંગે બીસીસીઆઈ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

સ્પોર્ટ્સસ્ટારના સાપ્તાહિક શોમાં આવેલા મુરલી વિજયે કહ્યું, 'બીસીસીઆઈ સાથે મારું જોડાણ હવે લગભગ સમાપ્ત થઈ ગયું છે અને હું હવે વિદેશમાં તકો શોધી રહ્યો છું. હું હજુ પણ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માંગુ છું. ભારતમાં, આપણે 30 વર્ષના થતાં જ અસ્પૃશ્ય બની જઈએ છીએ. મને લાગે છે કે આ પછી આપણે 80 વર્ષના માનવામાં આવે છે. મીડિયા પણ આપણને એ જ રીતે રજૂ કરે છે. મને લાગે છે કે હું હજુ પણ મારું સર્વશ્રેષ્ઠ આપી શકું છું પરંતુ કમનસીબે બહુ ઓછી તકો છે અને હવે મારે બહાર તકો શોધવાની છે.

મુરલી વિજયની કરિયર

મુરલી વિજય અત્યારે 38 વર્ષનો છે. તેણે ભારત માટે 61 ટેસ્ટ મેચ રમી હતી. અહીં તેણે 3928 રન બનાવ્યા. તેણે ભારત માટે 17 વનડે પણ રમી છે. અહીં તે માત્ર 339 રન જ બનાવી શક્યો હતો. એક સમયે તેનું બેટ IPLમાં પણ જોરદાર ગરજતું હતું. IPL 2010માં, તેણે 15 મેચોમાં 156.84ની આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટ અને 35.23ની એવરેજથી 458 રન બનાવ્યા. તે છેલ્લે 2020માં IPL રમ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget