શોધખોળ કરો
Advertisement
આ ક્રિકેટરને મિત્ર ક્રિકેટરની પત્નિ સાથે બંધાયા શારીરિક સંબંધ, ડિવોર્સ અપાવીને કર્યાં લગ્ન, મિત્રે હવે કર્યો છે વ્યભિચારનો કેસ ને...
કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરવા અને 30 માર્ચ સુધીમાં એક રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટર નાસિર હુસૈને પોતાના લગ્નને લઈને અફવા ફેલાવનારા વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાની ચેતવણી આપી છે. નાસિરે 14 ફેબ્રુઆરીએ કેબિન ક્રૂ તમીમા તમ્મી સાથે લગ્ન કર્યા, પરંતુ એક સપ્તાહ બાદ જ તેના લગ્ન વિવાદમાં આવી ગયા, કારણ કે તમીમાના પૂર્વ પતિ રકીબ હસને બન્ને વિરૂદ્ધ એક એડલ્ટરીનો કેસ નોંધાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે તમીમાએ ક્રિકેટર સાથે લગ્ન કરતાં પહેલા તેને તલાક આપ્યા ન હતા.
રકીબે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી છે. નાસિરે બુધવારે કહ્યું કે, તેણે તમીમાની સાથે તમામ કાયદાકીય પ્રકિર્યાઓનું પાલન કરતાં લગ્ન કર્યા છે અને અફવા ફેલાવનાર વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાની ચેતવણી આપી છે. તમીમાએ કહ્યું કે, તેણે 2017માં રકીબને છૂટાછેડા આપ્યા હતા. આ કપલે પોતાના લગ્નને લઈને ચાલી રહેલ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
હુસૈને કહ્યું કે, અત્યાર સુધી તે માત્ર તમીમા હતી, પરંતુ હવે તે મારી પત્ની તમીમા હુસૈન છે. હું નથી ઇચ્છતો કો કોઈપણ તેની વિરૂદ્ધ વાદ કરે. હું તેની વિરૂદ્ધ કંઈપણ ખોટું બોલનાર સામે કડક કાયદાકીય કાર્રવાઈ કરીશ. બુધવારે નાસિર હુસૈન વિરૂદ્ધ એક એડલ્ટરી કેસ નોંધવામાં આવ્યો છે.
એક સુનાવણી બાદ ઠાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ કેસમાં ફરિયાદનું નિવેદન નોંધ્યું છે. કોર્ટે પોલીસને આ મામલે તપાસ કરવા અને 30 માર્ચ સુધીમાં એક રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
તમીમાએ કહ્યું કે, મારા લગ્ન રકીબ સાથે થયા હતા અને અમારું એક બાળક પણ છે. બાકી જે રકીબ કહી રહ્યો છે તે બધું ખોટું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ તસવીર વિશે તમીમાએ કહ્યું કે, અમારી હવે કોઈ ફેસબુક આઈડી એક્ટિવ નથી. નાસિરે કહ્યું કે, એક સત્તાવાર ફેસબુક પેજ છે. જો આ મામલે કોઈ અપડેટ હશે તો અમે તેના પર પોસ્ટ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement