શોધખોળ કરો

વિરાટ કોહલી 2024માં કરશે શાનદાર પ્રદર્શન, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કરી મોટી ભવિષ્યવાણી 

ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું છે કે વર્ષ 2024 વિરાટ કોહલી માટે ખૂબ જ સફળ રહેશે.

ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું છે કે વર્ષ 2024 વિરાટ કોહલી માટે ખૂબ જ સફળ રહેશે. નાસિર હુસૈન અનુસાર, વિરાટ કોહલી માટે 2023 ખૂબ જ સફળ રહ્યું અને 2024 પણ ખૂબ જ સફળ રહેશે.

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું. તેનું બેટ ખૂબ જ સારું ચાલુય અને તે સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બન્યો. તેણે આ વર્ષે 27 ODI મેચ રમી જેમાં તેણે 6 સદી અને 8 અડધી સદીની મદદથી 1377 રન બનાવ્યા. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તમામ ફોર્મેટ સહિત, તેણે આ સમયગાળા દરમિયાન કુલ 2048 રન બનાવ્યા અને આઠ સદી ફટકારી.

નાસિર હુસૈને વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીના પ્રદર્શનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે વર્ષ 2024 વિરાટ કોહલી માટે પણ ઘણું સારું રહેશે. ICC વીડિયોમાં નાસિર હુસૈને કહ્યું,મારી પ્રથમ પસંદગી મેગાસ્ટાર વિરાટ કોહલી છે અને તેમાં કોઈ શંકા નથી. 2023નો વર્લ્ડ કપ તેના માટે ઘણો સારો રહ્યો. તેણે તોડેલા તમામ રેકોર્ડ્સ વચ્ચે આપણુ ધ્યાન ન રહ્યું કે  તેની બેટિંગ કેટલી જબરદસ્ત હતી. ટેકનિકલી મેં વિરાટ કોહલીને આટલી સારી બેટિંગ ક્યારેય જોઈ નથી. મુંબઈમાં શ્રીલંકા સામે તેની ઈનિંગ્સ ઘણી જબરદસ્ત રહી હતી.  વિરાટ કોહલી, ભારત અને વિરાટના ચાહકો માટે આ ખૂબ જ સારો સંકેત છે. 

તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં વિરાટ કોહલી માટે સૌથી મોટો પડકાર દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ હશે, જેમાં તે વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. વિરાટ કોહલી હાલમાં ટીમ ઈન્ડિયાનો સૌથી શાનદાર ખેલાડી છે. વિરાટ કોહલીએ હાલમાં જ સચિનનો સેન્ચૂરીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલી ફોર્મમાં હોય ત્યારે ખૂબ જ શાનદાર બેટિંગ કરે છે. વિરાટના બેટમાંથી ફોર અને સિક્સનો વરસાદ જોવા મળે છે.  

આંતરરાષ્ટ્રીય કારકિર્દી અત્યાર સુધી આવી રહી

કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 111 ટેસ્ટ, 292 વનડે અને 115 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 187 ઇનિંગ્સમાં તેણે 49.29ની એવરેજથી 8676 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 29 સદી અને 29 અડધી સદી ફટકારી છે, જેમાં ઉચ્ચ સ્કોર 254* રન છે. આ સિવાય ODIની 280 ઇનિંગ્સમાં કોહલીએ 13848 રન બનાવ્યા છે, જે તેણે 58.67ની એવરેજથી બેટિંગ કરીને બનાવ્યા છે. આ દરમિયાન તેણે 50 સદી અને 72 અડધી સદી ફટકારી છે. વનડેમાં કોહલીનો હાઈ સ્કોર 183 રન છે. તે જ સમયે, T20 ઇન્ટરનેશનલની 107 ઇનિંગ્સમાં, કિંગ કોહલીએ 52.73ની સરેરાશ અને 137.96ની સ્ટ્રાઇક રેટથી 4008 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 37 અડધી સદી સામેલ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget