શોધખોળ કરો

NED vs BAN: વિશ્વ કપમાં ફરી થયો ઉલટફેર, નેધરલેન્ડે બાંગ્લાદેશને 87 રને હરાવ્યું

World Cup 2023: વન-ડે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સે બીજી મેચ જીતી લીધી છે. ટીમે કોલકાતામાં બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું છે. આ પહેલા નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું હતું.

World Cup 2023: વન-ડે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સે બીજી મેચ જીતી લીધી છે. ટીમે કોલકાતામાં બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું છે. આ પહેલા નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું હતું.વર્લ્ડ કપ 2023ની 28મી મેચમાં નેધરલેન્ડે અપસેટ સર્જતા બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મોટા અપસેટનો શિકાર બની હતી. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 229 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 142 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે સ્કોટ એડવર્ડ્સે 68 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે પોલ વાન મીકેરેને 4 વિકેટ ઝડપી છે. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી જીત છે.

બાંગ્લાદેશનું ખૂબ જ ખરાબ પ્રદર્શન 

બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને આ પછી  ટીમ રિકવર કરી શકી નહોતી. ઓપનર લિટન દાસ માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તંજીદ હસન 16 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. મેહદી હસન મિરાજે કેટલાક રન ઉમેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ 35 રન બનાવીને આઉટ થયો હતો. નેધરલેન્ડના બોલરોએ વિરોધી ટીમ માટે એક પણ તક છોડી ન હતી. કેપ્ટન શાકિબ અલ હસનને 5 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. મુશ્ફિકુર રહીમ 1 રન બનાવીને આઉટ થયો હતો. મેહદી હસન 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 38 બોલનો સામનો કર્યો અને એક ફોર ફટકારી હતી. અંતે મુસ્તફિઝુર રહેમાને 35 બોલમાં 20 રન બનાવ્યા હતા. તસ્કીન અહેમદે 11 રન બનાવ્યા હતા. આ રીતે સમગ્ર ટીમ 42.2 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

નેધરલેન્ડ માટે એડવર્ડ્સે મહત્વની ઇનિંગ રમી હતી

નેધરલેન્ડ માટે કેપ્ટન એડવર્ડ્સે મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 89 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા હતા. આ દરમિયાન 6 ચોગ્ગા માર્યા હતા. ઓપનર વિક્રમજીત સિંહ 3 રન બનાવીને આઉટ થયો હતો. તો બીજી તરફ, મેક્સ  ખાતું પણ ખોલી શક્યો ન હતો. બારેસીએ 41 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. એન્ગલબ્રેચટે 61 બોલમાં 35 રન બનાવ્યા હતા. વેન બીક 16 બોલમાં 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આર્યન દત્ત 9 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે નેધરલેન્ડે 50 ઓવરમાં ઓલઆઉટ થતાં 229 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને સારી બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર ફેંકી. મેહદી હસને 7 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઇસ્લામે 10 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget