Ind vs Pak ODI World Cup 2023: ભારત અને પાકિસ્તાન મેચ પર બાબર આઝમે તોડ્યું મૌન, કહ્યુ- ફક્ત ટીમ ઇન્ડિયા સામે જીતવું.....
વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે
વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાવાનો છે.
આ ટૂર્નામેન્ટની સૌથી બ્લોકબસ્ટર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું હતુ કે તેની ટીમ વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવવા માંગે છે, પરંતુ તેનું ધ્યાન બાકીની મેચોમાં પણ સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતવા પર છે.
Strong words from the Pakistan captain ahead of the upcoming #CWC23 campaign.
Details ⬇️https://t.co/uLjd7nwrAN— ICC (@ICC) July 7, 2023
અમે ફક્ત ભારત સામે રમવા નથી જઇ રહ્યાઃ બાબર
બાબર આઝમે કહ્યું હતું કે 'અમે વર્લ્ડ કપમાં માત્ર ભારત સામે રમવાનું અને જીતવાનું વિચારી રહ્યા નથી. જો અમારે આઈસીસીનું ટાઇટલ જીતવું હોય તો અમારે દરેક મેચમાં સારો દેખાવ કરવો પડશે, અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માત્ર ભારત સામે નહીં પણ ભારતમાં વર્લ્ડ કપ રમવાના છીએ.
પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરે તેવી અપેક્ષા છે, જોકે તેઓ વર્લ્ડકપમાં રમશે કે નહીં તેનો તમામ આધાર સરકારની મંજૂરી પર છે. બાબરે કહ્યું કે ખેલાડીઓ સતત વર્લ્ડકપની તૈયારી કરી રહ્યા છે. બાબરનું માનવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ચાલી રહેલી ઉથલપાથલથી ICC ODI વર્લ્ડ કપ અને તેની પહેલાની શ્રેણીમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનને અસર થશે નહીં.
અમારું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર છેઃ બાબર
જ્યારે પીસીબીના અધિકારીઓ અને પસંદગી સમિતિમાં તાજેતરના ફેરફારોની ખેલાડીઓ પર અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાબરે કહ્યું કે તેમનું કામ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પીસીબીમાં શું થઈ રહ્યું છે તેના પર અમે ધ્યાન આપતા નથી. અમે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આગામી મેચનું સમગ્ર શેડ્યૂલ અમારી સામે છે અને અમે જાણીએ છીએ કે આ મેચ જીતવા માટે પ્રોફેશનલ ખેલાડીઓ તરીકે અમારે શું કરવાની જરૂર છે.
પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા એક સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સુરક્ષા પ્રતિનિધિમંડળ એ પાંચ શહેરોમાં જશે જ્યાં પાકિસ્તાને તેની લીગ મેચો રમવાની છે. જો કે, એ જોવાનું રહેશે કે ભારત સરકાર તે પ્રતિનિધિમંડળને ભારત આવવાની પરવાનગી આપે છે કે નહીં.