David Warner ODI Record: ડેવિડ વોર્નરે કરી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી, વિશ્વકપમાં નેધરલેન્ડ સામે રચ્યો ઈતિહાસ
David Warner ODI Record: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. આજે તેણે નેધરલેન્ડ સામે સદી ફટકારીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
David Warner ODI Record: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. આજે તેણે નેધરલેન્ડ સામે સદી ફટકારીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 મેચ રમી છે અને 5 ઇનિંગ્સમાં બે વખત સદી ફટકારી છે. નેધરલેન્ડ સામે સદી ફટકારીને ડેવિડ વોર્નરે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડીને ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 7 સદી ફટકારી છે. તેના પછી બીજા નંબર પર સચિન તેંડુલકરનું નામ છે, જેણે વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 6 સદી ફટકારીને સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
વોર્નરે તેની છઠ્ઠી સદી ફટકારી હતી
વોર્નરની છઠ્ઠી વર્લ્ડ કપ સદી નેધરલેન્ડ સામે આવી હતી. વર્લ્ડ કપની 24મી મેચ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
David Warner overtakes Ricky Ponting to register most Cricket World Cup centuries by an Australian player
— ANI Digital (@ani_digital) October 25, 2023
Read @ANI | https://t.co/n8hY2PZ3yU
#ICCCricketWorldCup #AUSvsNED #Australia #Netherlands #DavidWarner #cricket pic.twitter.com/eyg2wO1Qs4
વોર્નર-સ્મિથે મજબૂત શરૂઆત કરી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઓપનર ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી. તેણે 93 બોલનો સામનો કરીને 104 રન બનાવ્યા હતા. વોર્નરની આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી. સ્ટીવ સ્મિથે પણ મહત્વની ઇનિંગ રમી હતી. તેણે વોર્નર સાથે મળીને શાનદાર શોટ્સ રમ્યા અને સદીની ભાગીદારી કરી. સ્મિથે 68 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. માર્નસ લાબુશેને 68 રન બનાવ્યા હતા. તેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ખરાબ શરૂઆત બાદ પણ કાંગારૂ ટીમે મોટો સ્કોર કર્યો
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આ પછી પણ ખેલાડીઓએ મજબૂત રીતે બેટિંગ કરીને મોટો સ્કોર નોંધાવ્યો. ઓપનર મિશેલ માર્શ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 15 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસ 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન 11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.