SA vs AUS: સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ભૂંડી હાર, ઓસ્ટ્રેલિયા 8મી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં
SA Vs AUS, Match Highlights: ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
![SA vs AUS: સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ભૂંડી હાર, ઓસ્ટ્રેલિયા 8મી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં ODI World Cup 2023 Australia defeated South Africa by 3 wickets in the semi-final SA vs AUS: સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ભૂંડી હાર, ઓસ્ટ્રેલિયા 8મી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/cd8d5f76f27d022c57926272bdf8be001700153289613397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SA Vs AUS, Match Highlights: ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કાંગારુઓએ સાત વિકેટ ગુમાવીને માત્ર 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
The all-round brilliance of Travis Head saw Australia home at the Eden Gardens 👊
— ICC (@ICC) November 16, 2023
It helps him win the @aramco #POTM 👌#CWC23 | #SAvAUS pic.twitter.com/Sk2nmOhGXG
બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેડે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંનેએ માત્ર 37 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. જોકે, અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલ મેચ રમશે.
દક્ષિણ આફ્રિકાની ખરાબ શરુઆત રહી હતી
ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક રનના સ્કોર પર કેપ્ટન ટેમ્બા બાવુમાની વિકેટ ગુમાવી હતી. તેને પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. બાવુમા ખાતું પણ ખોલાવી શક્યા ન હતો. ત્યાર બાદ ડિકોક 3 અને ડ્યૂસેન 6 રને આઉટ થયો હતો. જો કે મિલરે એક છેડો સાચવી 101 રન બનાવી ટીમને સન્માન જનક સ્કોરે પહોંચાડી હતી.
આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ફેરફાર કર્યા હતા
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, બન્ને ટીમોઓ પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા હતા. આફ્રિકાએ લુંગી એન્ગિડી અને એન્ડિલે ફેહલુકવાયોની જગ્યાએ તબરેઝ શમ્સી અને માર્કો જેન્સેનને લીધા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ બે બદલાવ કર્યો હતા. જેમાં તેમણે સ્ટોઇનિસ અને અબોટને સ્થાને ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કને લીધા હતા.
સાઉથ આફ્રિકા પ્લેઇંગ-11
ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોત્ઝી, કાગીસો રબાડા અને તબરેઝ શમ્સી.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)