શોધખોળ કરો

AUS vs NED: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી રચ્યો ઈતિહાસ, નેધરલેન્ડને 309 રનથી આપી હાર

World Cup 2023 NED vs AUS: નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા.

World Cup 2023 NED vs AUS: વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બુધવારે શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. નેધરલેન્ડની ટીમે પ્રથમ કેટલીક ઓવરો બાદ સ્પર્ધામાંથી બહાર દેખાવાનું શરૂ કર્યું. નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  વિક્રમજીત સિંહે સર્વાધિક 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 8 રનમાં 4 વિકેટ લીધી હતી. મિચેલ માર્શને 2 તથા સ્ટાર્ક, હેઝલવુડ અને પેટ કમિંસને 1-1 સફળતા મળી હતી.

વોર્નર-મેક્સવેલે ફટકારી સદી

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 399 રન બનાવ્યા હતા. વોર્નરે 104 રન, મેક્સવેલે 106 રન, સ્ટીવ સ્મિથે 71 રન, લાબુશેને 62 રન બનાવ્યા હતા. વાન બિકે 74 રનમાં 4 તથા બેસ લીડે 115 રનમાં 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી મેક્સવેલની ઈનિંગ નેધરલેન્ડના બોલરો માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. મેક્સવેલે 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે દિલ્હીમાં તોફાની બેટિંગ કરી અને વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નરે પણ સદી ફટકારી હતી. ઓપનર તરીકે તેણે 93 બોલનો સામનો કર્યો અને 104 રન બનાવ્યા. વોર્નરની આ ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી. સ્ટીવ સ્મિથે 71 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 68 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. લાબુશેને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. મિચેલ માર્શ 9 રન બનાવીને આઉટ થયો હતો. 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બાદ બોલરોએ મચાવ્યો કહેર

કાંગારૂ ટીમના બેટ્સમેનો બાદ બોલરોએ પણ નેધરલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. સ્પિનર ​​એડમ ઝમ્પાએ 3 ઓવરમાં માત્ર 8 રન આપીને 4 વિકેટ લીધી હતી. મિશેલ માર્શે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. પેટ કમિન્સે 4 ઓવરમાં 14 રન આપીને એક વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે પણ એક-એક વિકેટ લીધી હતી.

વનડેમાં સૌથી મોટી જીત  

317 - IND vs SL, ત્રિવેન્દ્રમ 2023

309 - AUS વિ NED, દિલ્હી, 2023

304 - ZIM વિ UAE, હરારે, 2023

290 - NZ vs IRE, Aberdeen 2008

275 - AUS vs AFG, પર્થ 2015 (WC)

ODIમાં નેધરલેન્ડ માટે સૌથી ઓછો સ્કોર

80 વિ વેસ્ટ ઈન્ડિઝ, ડબલિન, 2007

86 વિ શ્રીલંકા, કોલંબો, 2002

90 વિ ઓસ્ટ્રેલિયા, દિલ્હી, 2023

91 વિ બર્મુડા, બેનોની, 2006

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, તમારી EMI પર થશે સીધી અસર
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Embed widget