AUS vs AFG, Match Highlights: મેક્સવેલના અણનમ 201 રન, કમિંસ સાથે ઐતિહાસિક પાર્ટનરશિપ કરી ઓસ્ટ્રેલિયાએ અપાવી અકલ્પનીય જીત
તેણે 8મી વિકેટ માટે પેટ કમિંસ સાથે 202 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી.

AUS vs AFG: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી. મેક્સવેલના વાવાઝોડામાં અફઘાનિસ્તાનના બોલરો ધોવાયા હતા. મેક્સવેલે 128 બોલમાં અણનમ 201 રન ફટકાર્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા હતા. તેણે 8મી વિકેટ માટે પેટ કમિંસ સાથે 202 રનની ઐતિહાસિક પાર્ટનરશિપ કરી મેચ જીતાડી હતી. જીત સાથે જ ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું.
ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં ગુમાવી દીધી હતી 7 વિકેટ
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી રહી. બીજી જ ઓવરમાં ટ્રેવિડ હેડ આઉટ થયો હતો. જે બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 91 રન થઈ ગયો હતો. જે બાદ હારી જશે તેમ લાગતું હતું પરંતુ મેક્સવેલ અકલ્પનીય ઈનિંગ રમીને અફઘાનિસ્તાનની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું.
A Glenn Maxwell masterclass guided Australia to the #CWC23 semi-finals 👊#AUSvAFG 📝: https://t.co/TTD4cbDJZH pic.twitter.com/WVTGxVboqt
— ICC (@ICC) November 7, 2023
અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 292 રનનો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરીને અફઘાનિસ્તાને 50 ઓવરમાં 5 વિકેટે 291 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયા સામે હવે 292 રનનો પડકાર છે. અફઘાનિસ્તાને છેલ્લી 5 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 129 અને રાશિદ ખાને 18 બોલમાં 35 રન બનાવ્યા હતા. રાશિદે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે એડમ ઝમ્પા અને મિશેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી.
અફઘાનિસ્તાનની ટીમ
રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
માર્શ અને મેક્સવેલીની વાપસી
સ્ટીવ સ્મિથ અને કેમેરોન ગ્રીન આજે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં નથી. તેમના સ્થાને મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. બીજી તરફ આજે પણ અફઘાન ટીમમાં ચાર સ્પિનરો રમી રહ્યા છે. ફઝલહક ફારુકીના સ્થાને નવીન-ઉલ-હકને તક આપવામાં આવી છે.
Australia couldn't have made a more epic entry into the #CWC23 semi-finals 🤩#AUSvAFG pic.twitter.com/Q9pRKo4Pka
— ICC (@ICC) November 7, 2023




















