શોધખોળ કરો

ENG vs NED: ઈંગ્લેન્ડે નેધરલેન્ડને આપ્યો 340 રનનો લક્ષ્યાંક,બેન સ્ટોક્સની શાનદાર સદી

ENG vs NED, Innings Highlights: ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 340 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી.

ENG vs NED, Innings Highlights: ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 340 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 

આ પહેલા ઓપનર ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 45 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આર્યન દત્ત અને લોગન વેન વિકને 2-2 સફળતા મળી. પોલ વોન મીકેરને 1 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ 2023ની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે ઈંગ્લેન્ડની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરશે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટોક્સે 84 બોલમાં 6 ફોર અને 6 સિક્સરની મદદથી 108 રન બનાવ્યા હતા.

બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી થઈ રહી ન હતી ટીમે 7મી ઓવરમાં જોની બેરસ્ટોના રૂપમાં તેની પ્રથમ વિકેટ ગુમાવી હતી, જે 15 રન બનાવીને આયર્ન દત્તનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે ઓપનર ડેવિડ મલાન અને જો રૂટે 85 રન (80 બોલ)ની ભાગીદારી કરી હતી. બીજી વિકેટ માટેની આ ભાગીદારી 21મી ઓવરમાં 28 રનના અંગત સ્કોર પર વાન બીકના હાથે બોલ્ડ થયેલા જો રૂટની વિકેટ સાથે સમાપ્ત થઈ હતી.

ત્યાર બાદ 22મી ઓવરમાં સદીની નજીક પહોંચેલા ડેવિડ મલને 74 બોલમાં 10 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા. મલાને રન આઉટ થઈને પોતાની વિકેટ ગુમાવી હતી. આના થોડા સમય બાદ એટલે કે 27મી ઓવરમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા હેરી બ્રુક 11 રન પર બાસ ડી લીડેનો શિકાર બન્યો હતો. ત્યારપછી 31મી ઓવરમાં કેપ્ટન જોસ બટલર માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો, જે વાન મીકેરેનના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 178ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી સાતમા નંબરે આવેલ ઓલરાઉન્ડર મોઈન અલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 36મી ઓવરમાં 04 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સે સાતમી વિકેટ માટે 129 રન (81 બોલ)ની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સ્ટોક્સે 48મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી, 49મી ઓવરમાં ક્રિસ વોક્સ 54 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જેને બાસ ડી લીડેએ આઉટ કર્યો હતો. ડેવિડ વિલી એ જ ઓવરના છેલ્લા બોલ પર 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ 50મી ઓવરમાં સ્ટોક્સની ઈનિંગ 108 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ગુસ એટકિન્સન 02 રને અને આદિલ રાશિદ 01 રને અણનમ રહ્યા હતા.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget