IND Vs NED: દિવાળીના દિવસે બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાની આતશબાજી, નેધરલેન્ડને આપ્યો 411 રનનો ટાર્ગેટ
IND Vs NED, Innings Highlights: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારીને ભારતીય ટીમની રનની ગતિને ઝાળવી રાખી, જે ઝડપી શરૂઆતથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે હાંસલ કરી હતી.
IND Vs NED, Innings Highlights: ટીમ ઈન્ડિયાએ દિવાળીના દિવસે બેંગલુુરુમાં આતજબાજી કરી છે. અય્યર અને રાહુલે શાનદાર સદી ફટકારી છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારીને ભારતીય ટીમની રનની ગતિને ઝાળવી રાખી, જે ઝડપી શરૂઆતથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે હાંસલ કરી હતી. અય્યર અને રાહુલ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારીને ભારતનો સ્કોર 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ ODIમાં ભારતનો બીજો સર્વોચ્ચ સ્કોર હતો. ભારતીય બેટ્સમેનો સામે નેધરલેન્ડના બોલરો લગભગ નિસહાય જણાતા હતા.
વનડે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, શ્રેયસ અય્યરે અણનમ 128* અને કેએલ રાહુલે 62 બોલમાં 102 રન બનાવ્યા હતા. રાહુલ ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો.
Innings Break!
A batting display full of fireworks as centuries from Shreyas Iyer & KL Rahul light up Chinnaswamy 💥#TeamIndia post 410/4 in the first innings 👏👏
Scorecard ▶️ https://t.co/efDilI0KZP#CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/eYeIDYrJum — BCCI (@BCCI) November 12, 2023
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 100 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 12મી ઓવરમાં વાન મીકેરેનના હાથે કેચ આઉટ થયેલા શુભમન ગિલની વિકેટથી તૂટી ગઈ હતી. ગિલ 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી 18મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા બાસ ડી લીડેનો શિકાર બન્યો હતો. રોહિત 54 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ ત્રીજી વિકેટ માટે શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ 71 રન (66 બોલ)ની ભાગીદારી કરી, જે 29મી ઓવરમાં કોહલીની વિકેટ સાથે પૂરી થઈ. કોહલી 56 બોલમાં 51 રન ફટકારીને વાન ડેર મર્વેનો શિકાર બન્યો હતો. આ પછી નંબર ચાર પર આવેલા શ્રેયસ અય્યર અને પાંચમાં નંબરે આવેલા કેએલ રાહુલે એવી અણનમ ભાગીદારી કરી કે જેનો નેધરલેન્ડના બોલરો પાસે કોઈ જવાબ નહોતો. બંને સદીવીરોએ ચોથી વિકેટ માટે 208 (128 બોલ) રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શ્રેયસ અય્યર 94 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 128 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે કેએલ રાહુલે 64 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 102 રન બનાવી આઉટ થયો હતો.