Virat Kohli 50th ODI Century: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, વન-ડેમાં 50મી સદી ફટકારી તોડ્યો સચિનનો રેકોર્ડ
Virat Kohli 50th ODI Century:વિરાટ કોહલી હવે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
Virat Kohli 50th ODI Century: વન-ડે વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝિલેન્ડ સામે વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી હવે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી છે.
𝗙𝗜𝗙𝗧𝗬 𝗢𝗗𝗜 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗𝗦! 💯
— BCCI (@BCCI) November 15, 2023
A round of applause for the run-machine: VIRAT KOHLI 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/EbLta2kjue
History made in Mumbai as Virat Kohli overtakes Sachin Tendulkar's long-standing record for ODI centuries 😲#CWC23 | #INDvNZhttps://t.co/OkhNstQPcK
— ICC (@ICC) November 15, 2023
કોહલીએ 106 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની આ 50મી વન-ડે સદી હતી અને તે વન-ડે ફોર્મેટમાં 50 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 49 વન-ડે સદી ફટકારી હતી, પરંતુ હવે કોહલીએ આ દિગ્ગજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિગ્ગજ તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 463 વન-ડે મેચ રમી હતી. કિંગ કોહલી તેની 291મી વન-ડે મેચ રમી રહ્યો છે. આ સિવાય કોહલીએ વર્લ્ડ કપની એક જ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મામલે પણ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો.
કોહલી પહેલા સચિન તેંડુલકરે વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડમાં કોહલીનું નામ પણ લખાઈ ગયું છે. વર્લ્ડ કપના 48 વર્ષ જૂના ઈતિહાસમાં કોહલી એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર બીજો બેટ્સમેન
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર કોહલી બીજા બેટ્સમેન છે. તેની 50મી વન-ડે સદીની મદદથી કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 80મી સદી ફટકારી હતી. વનડેમાં 50 સદી ઉપરાંત કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 29 સદી અને T20 ઈન્ટરનેશનલમાં 1 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે, જેણે પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી હતી.