શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનના સઈદ અનવરને વન ડે ઈન્ટરનેશલમાં પ્રથમ બેવડી સદી ફટકારવાથી રોક્યો હતો આ ભારતીય બોલરે, નામ જાણીને થશે આશ્ચર્ય
બેવડી સદીથી ચુકી ગયો હોવા છતાં અનવર તે સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત રનની ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો હતો.
નવી દિલ્હીઃ 23 વર્ષ પહેલા આજના દિવસે પાકિસ્તાનના પૂર્વ ઓપનર સઈદ અનવરને ઈતિહાસ રચવાનો મોકો મળ્યો હતો પરંતુ એક ભારતીય બોલરે તેને વંચિત રાખ્યો હતો. સઈદ અનવરે 1997માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બનવાની નજીક પહોંચી ગયો હતો પરંતુ છ રન પહેલા જ તેનું સપનું રોળાઈ ગયું હતું. ચેન્નઈમાં ઈંડિપેંડેસ કપમાં ભારતના રેગ્યુલર બોલર જ્યારે અનવરને રોકી શકતા નહોતા ત્યારે સચિન તેંડુલકર 194 રનના અંગત સ્કોર પર તેને આઉટ કરીને ઈતિહાસ રચતો અટકાવ્યો હતો. આજે સવારે ભારતમાં ટ્વિટર પર અનવર તેના આ રેકોર્ડને લઈ ટ્રેન્ડ થયો હતો.
બેવડી સદીથી ચુકી ગયો હોવા છતાં અનવર તે સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત રનની ઈનિંગ રમનારો બેટ્સમેન બની ગયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડસ દ્વારા માનચેસ્ટરમાં બનાવેલા અણનમ 189 રનના રેકોર્ડને તોડ્યો હતો. રિચર્ડસે આ ઈનિંગ 31 મે, 1984ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી.
અનવરે ભારતના બોલર વેંકટેશ પ્રસાદ, અબી કુરુવિલા, અનિલ કુંબલે, સુનીલ જોશી અને આરપી સિંહની ધોલાઈ કરી હતી અને 146 બોલમાં 22 ચોગ્ગા અને 5 છગ્ગા વડે 194 ફટકાર્યા હતા. જોકે તેની સિવાય પાકિસ્તાનના કોઈ બેટ્સમેન 39 રનથી વધારેનો સ્કોર કરી શક્યા નહોતા. પાકિસ્તાને 5 વિકેટના નુકસાન પર 327 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 49.2 ઓવરમાં 292 રન બનાવી ઓલઆઉટ થતાં 35 રનથી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી દ્રવિડે 107 અને વિનોદ કાંબલીએ 65 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે સઈદ અનવરને ઈન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાથી રોક્યો હતો અને 13 વર્ષ બાદ ખુદ વન ડ ઈન્ટરનેશનલમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. સચિન તેંડુલકર 24 ફેબ્રુઆરી 2010માં ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.Runs ➞ 1️⃣9️⃣4️⃣ Balls ➞ 1️⃣4️⃣6️⃣ Fours ➞ 2️⃣2️⃣ Sixes ➞ 5️⃣
#OnThisDay in 1997 against India, Saeed Anwar smashed the then highest individual score in ODIs 🔥 pic.twitter.com/y3HjEFE5xu — ICC (@ICC) May 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion