જ્યારે લક્ષ્મણ-દ્રવિડે તોડ્યો હતો ઓસ્ટ્રેલિયાનો ઘમંડ, કોલકત્તામાં બતાવ્યું હતું ક્રિકેટ ઇતિહાસનું સૌથી મોટું 'જાદૂ'
14 માર્ચ એ ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ખાસ દિવસ છે
14 માર્ચ એ ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે 2001માં VVS લક્ષ્મણ અને રાહુલ દ્રવિડે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એવી ભાગીદારી કરી જેણે ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડ્યો હતો. આ પછી લક્ષ્મણને 'વેરી વેરી સ્પેશિયલ' અને દ્રવિડને 'ધ વોલ'નું બિરુદ મળ્યું હતું.
🗓️ #OnThisDay in 2001
— BCCI (@BCCI) March 14, 2023
A stupendous show, ft. @VVSLaxman281 & Rahul Dravid as #TeamIndia made a sensational comeback against Australia at the Eden Gardens, Kolkata 👏 👏 pic.twitter.com/YLAOp0yCxC
ઓસ્ટ્રેલિયા સામે 2001ની કોલકાતા ટેસ્ટમાં શું થયું હતું
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી ટેસ્ટના ચોથા દિવસે સવારે ભારત માટે કંઈપણ અનુકૂળ જણાતું ન હતું. મુંબઈમાં પ્રથમ ટેસ્ટ હારી ચૂકેલી ભારતીય ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ફોલોઓન ઈનિંગ્સ રમી રહી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 254/4 હતો અને તે ઓસ્ટ્રેલિયાથી હજુ 20 રન પાછળ હતો. ભારતની હાર સામે દેખાઈ રહી હતી, પરંતુ લક્ષ્મણ 109 રન બનાવીને પણ ક્રિઝ પર ઝઝૂમી રહ્યો હતો. રાહુલ દ્રવિડ 155 બોલમાં 7 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો હતો.
પરંતુ, ચોથા દિવસે કંઈક એવું બન્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. આખા દિવસની બેટિંગમાં ભારતે એક પણ વિકેટ ગુમાવી ન હતી અને સ્કોર 589/4 હતો. લક્ષ્મણ (અણનમ 275 અને દ્રવિડ અણનમ 155) પાંચમી વિકેટ માટે 357 રન જોડ્યા હતા. પાંચમા દિવસે 376 રનની કુલ ભાગીદારી પછી લક્ષ્મણ અકલ્પનીય 281 રન બનાવીને પાછો ફર્યો હતો, જ્યારે દ્રવિડ 180 રન બનાવીને રનઆઉટ થયો હતો. ભારતે તેની ફોલોઓન ઇનિંગ્સ 657/7 પર જાહેર કરી હતી.
ફોલોઓન બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રને હરાવ્યું હતું
આખરે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે 384 રનનો લક્ષ્યાંક રાખ્યા બાદ ભારતે ઈતિહાસ રચી દીધો. આ સાથે ભારતે આ ટેસ્ટ મેચ 171 રને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 68.3 ઓવરમાં 212 રન બનાવીને પડી ભાંગી હતી.
આ સાથે ફોલોઓન હોવા છતાં ટેસ્ટ જીતવાની તે માત્ર ત્રીજી ઘટના બની. જો કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સિદ્ધિ ચાર વખત થઈ ચૂકી છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રનથી હરાવીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
આ સાથે ભારતે સ્ટીવ વોની કેપ્ટનશીપવાળી ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં સતત 10મી શ્રેણી જીતવાના વિશ્વ વિક્રમનું સપનું ચકનાચૂર કરી દીધું. તે સમયે ભારતીય ટીમની કેપ્ટનશીપ સૌરવ ગાંગુલીના હાથમાં હતી.