શોધખોળ કરો

On This Day in Cricket: ધોનીએ આજના જ દિવસે ફટકાર્યો હતો ઐતિહાસિક છગ્ગો, ભારતને 28 વર્ષ બાદ અપાવ્યો હતો વનડે ક્રિકેટનો બીજો વર્લ્ડકપ

ખાસ વાત છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ આઇસીસી ટ્રૉફીઓ પોતાના નામે કરી છે. 

On This Day in Cricket: આજના જ દિવસે, 2 એપ્રિલ, 2011ના દિવસે ધોનીએ ઐતિહાસિક છગ્ગો ફટકાર્યો હતો, આજના જ દિવસે ભારતે 28 વર્ષ પછી તેની બીજી ICC વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. આજનો દિવસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઇ ગયો છે, કેમ કે પ્રદર્શન કરવાનું દબાણ અનુભવ, ભારતના તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બેટિંગ ક્રમમાં પોતાની જાતને આગળ વધારી અને સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર સાથે મજબૂત ભાગીદારી કરી, જેમાં ધોનીએ અણનમ 91 રન અને ગંભીરે 97 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી. અણનમ ઇનિંગ્સ ભારતને જીત તરફ લઈ ગઈ. ભારતે 275 રનનો ટાર્ગેટ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ મહેલા જયવર્દનેના 103 રનની મદદથી 274 રનનો પડકારજનક સ્કૉર ભારતને જીતવા માટે આપ્યો હતો.

ખાસ વાત છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ આઇસીસી ટ્રૉફીઓ પોતાના નામે કરી છે. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને ભારત સામે ભારે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે શ્રીલંકાની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપની ફાઈનલ રમી રહી હતી. આ મેચમાં મહેલા જયવર્દનેએ અણનમ 103 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ ટીમ પોતાના હૉમ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપ જીતી શકી નથી. લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર બે ટીમો જ ફાઈનલ જીતવામાં સફળ રહી હતી. ઉપરાંત, જે ટીમના બેટ્સમેને ફાઇનલમાં સદી ફટકારી હતી તે ક્યારેય હાર્યો ન હતો. આમ છતાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

સેહવાગ શૂન્ય રન પર થઇ ગયો હતો આઉટ - 
ભારતની બેટિંગ સારી હતી. 275 રનનો ટાર્ગેટ તેના માટે મોટો ન હતો, પરંતુ ભારતીય ઇનિંગ્સની શરૂઆતમાં સેહવાગ (0)ના આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયા થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કુલ 31ના સ્કોર પર સચિન તેંડુલકર 18 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી જ ગૌતમ ગંભીર (97 રન) અને વિરાટ કોહલી (35 રન)એ ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. ધોનીએ કોઈ કસર છોડી ન હતી અને 91 રનની ધમાકેદાર ઈનિંગ રમીને પૂરી કરી હતી. ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી.

આ ધોનીની યાદગાર ઇનિંગ હતી 
ફાઈનલ મેચમાં ધોની પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પહેલા યુવરાજ સિંહ આ ઓર્ડર પર બેટિંગ કરવા આવતો હતો. કેટલાક લોકો કહે છે કે ધોની પોતે ઉપર આવ્યો હતો કારણ કે તે સમયે મુરલીધરન રંગમાં હતો અને યુવરાજ સિંહ માટે તેને રમવું મુશ્કેલ હતું. બીજી તરફ સેહવાગે એક વખત કહ્યું હતું કે સચિને ધોનીને ઉપર જવાની સલાહ આપી હતી. ધોની ઉપર આવ્યો અને પછી મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. આ પહેલા ધોની આખી ટૂર્નામેન્ટમાં ચાલી શક્યો ન હતો, પરંતુ વર્લ્ડકપ ફાઇનલમાં તેણે 91 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને કપ જીતાડ્યો હતો. આ ટૂર્નામેન્ટ ધોનીની શાનદાર કેપ્ટનશિપ માટે પણ જાણીતી છે. ભારતને જીતવા માટે 11 બોલમાં 4 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ સિક્સ ફટકારીને ભારતને કપ અપાવ્યો હતો. વાનખેડે મેદાન પર ધોનીએ વિનિંગ શોટ મારતાની સાથે જ આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. દેશમાં વૃદ્ધથી લઇને બાળકો સહિત તમામ ક્રિકેટ રસિયાઓ જીતના રંગમાં રંગાઇ ગયા હતા.

સચીન તેંદુલકરનુ સપનુ થયુ હતુ પુરુ -
સચીન તેંદુલકરનો વિશ્વ વિજેતા બનવાનુ સપનુ પુરુ થઇ ચૂક્યુ હતુ, ટીમે માસ્ટર બ્લાસ્ટરને ખભે બેસાડીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યુ અને જશ્ન મનાવ્યો હતો. મેચ ​​જીત્યા બાદ સચીનને વિરાટ કોહલી અને યુસુફ પઠાણે તેના ખભા પર બેસાડ્યો હતો. સચિન તેંડુલકરે ભારતના ધ્વજ માટે ખુશી વ્યક્ત કરી હતી. સચીન તેના છઠ્ઠા વિશ્વ કપમાં રમતી વખતે વિશ્વ ખિતાબ જીતનાર ટીમનો સભ્ય બન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને છેલ્લા 20 વર્ષમાં 'લૉરિયસ બેસ્ટ સ્પોર્ટ મૉમેન્ટ' તરીકે ગણવામાં આવી હતી. આ જ કારણે સચિનને આ એવોર્ડ મળ્યો છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

યુવરાજ સિંહને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ -
યુવરાજ સિંહને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. વળી, તે આ ટૂર્નામેન્ટમાં ભારતનો ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. સચિન તેંદુલકર, ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીએ તેના કરતા વધુ રન બનાવ્યા હતા. વળી, તે વિકેટ લેવાના મામલે માત્ર ઝહીર ખાનથી પાછળ હતો. વિરાટ કોહલીએ પોતાની રમત દ્વારા બતાવ્યું કે તે આવનારા સમયમાં એક મહાન બેટ્સમેન બની શકે છે. ત્રણ વખત વિરાટ દબાણની સ્થિતિમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ભારતની ઇનિંગ્સને સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Embed widget