PAK vs AFG: ત્રીજી ટી-20માં પાકિસ્તાનનો 66 રનથી વિજય, અફઘાનિસ્તાને 2-1થી જીતી સીરિઝ
ત્રીજી ટી-20માં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો
નવી દિલ્હી: પાકિસ્તાને શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી અને ત્રીજી ટી-20 મેચમાં યજમાન અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. આ સાથે અફઘાનિસ્તાને 2-1થી ટી-20 સીરિઝ જીતી હતી. અફઘાનિસ્તાને સતત બે ટી-20 જીતીને શ્રેણી પહેલા જ જીતી લીધી હતી. ત્રીજી ટી-20માં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ યજમાન અફઘાન ટીમ 18.4 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઉમરઝઈએ સૌથી વધુ 21 રનની ઇનિંગ રમી હતી.
#NewCoverPhoto | #AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/Schbl46P35
— Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023
અનુભવી વિકેટકીપર ઓપનર રહમનુલ્લાહ ગુરબાઝે 18 જ્યારે મોહમ્મદ નબીએ 17 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રાશિદ ખાન 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાન તરફથી અહસાનુલ્લાહ અને કેપ્ટન શાદાબ ખાને 3-3 વિકેટ લીધી હતી. તો ઇમાદ વસીમ, જમાન ખાન અને મોહમ્મદ વસીમ જુનિયરને એક-એક મળી હતી.
Afghanistan put on a remarkable all-round display in the 3-match T20I series to secure a historic 2-1 series win over Pakistan after winning the first two matches of the series.
— Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023
Read More: https://t.co/a8pQYZh5f6 pic.twitter.com/tMg7wgXt8y
પાકિસ્તાને 7 વિકેટે 182 રન બનાવ્યા હતા
આ પહેલા અફઘાનિસ્તાને ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. ઓપનર સેમ અયુબે સૌથી વધુ 49 રનની ઇનિંગ રમી હતી જ્યારે શાદાબ ખાન 28 રન બનાવીને આઉટ થયો હતો. ઈફ્તિખાર અહેમદે 25 બોલમાં 31 રન જ્યારે શફીકે 23 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સ્પિનર મુજીબ ઉર રહેમાને 2 જ્યારે ફઝલક ફારૂકી, નબી, ફરીદ અહેમદ, રાશિદ ખાન કરીમ જનતે એક-એક વિકેટ ઝડપી હતી.
Sportsmanship and goodwill on display as AfghanAtalan gift famous Afghan saffron tea to the Pakistan players after the T20I series. A gesture of respect and camaraderie on and off the field. 🤝🤩 https://t.co/DsqOhv485L
— Afghanistan Cricket Board (@ACBofficials) March 28, 2023
શાદાબ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો
શાદાબ ખાનને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ નબીને પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ T20 છ વિકેટે જીતી હતી જ્યારે બીજી T20માં 7 વિકેટે જીત મેળવી હતી. અફઘાનિસ્તાને પહેલીવાર પાકિસ્તાન સામે સીરિઝ જીતી છે.