(Source: ECI/ABP News/ABP Majha)
PAK vs SL Asia Cup: એશિયા કપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ જંગ, આંકડામાં જાણો કોણ કોના પર છે ભારે ?
આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે
દુબઇઃ આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા મેદાન પર ઉતરશે જ્યારે પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ બે દિવસ પહેલા સુપર-ફોરની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જેના કારણે તેનો ઉત્સાહ ઘણો ઊંચો છે.
We’re dialing up the excitement as Sri Lanka 🇱🇰 and Pakistan 🇵🇰 greet each other for the Final of the DP World #AsiaCup 2022 🏆 tomorrow!
— AsianCricketCouncil (@ACCMedia1) September 10, 2022
Catch all the action LIVE exclusively on Disney+ Hotstar and Star Sports 📺#SLvPAK #ACC #AsiaCup2022 #GetReadyForEpic #AsiaCup pic.twitter.com/1SOy9zAF0R
આ છે બંને ટીમોનો રેકોર્ડ
જો જોવામાં આવે તો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાએ 9 મેચ જીતી છે અને પાકિસ્તાને 13 મેચ જીતી છે. એશિયા કપની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ 11 વખત જીતી હતી. જ્યારે પાકિસ્તાન માત્ર પાંચ મેચ જીત્યું હતું.
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ નવાઝ અને નસીમ શાહ જેવા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનની સામે શ્રીલંકાની એક એવી ટીમ હશે જે પોતાના ક્રિકેટને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે એવા ફોર્મેટમાં છાપ બનાવવા માંગે છે જેમાં તે 2014માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
શ્રીલંકાના બેટ્સમેન-બોલર ફોર્મમાં છે
શ્રીલંકા પાસે બે ઉત્તમ ઓપનર કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા છે. બીજી તરફ દાનુષ્કા ગુણાતિલક, ભાનુકા રાજપક્ષે, શનાકા અને કરુણારત્નેએ પણ યોગદાન આપ્યું છે. અત્યાર સુધી એશિયા કપની પાંચ મેચોમાં શ્રીલંકાના બેટ્સમેનોએ 28 છગ્ગા અને 62 ચોગ્ગા ફટકાર્યા છે જે તેમના આક્રમક વલણને દર્શાવે છે. બોલિંગમાં મહિષ તિક્ષ્ણા અને વાનિન્દુ હસરંગા અને દિલશાન મદુશંકાએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે.
પાકિસ્તાન તેના કેપ્ટન બાબર આઝમના ફોર્મને લઈને ચિંતિત છે, જેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર 63 રન બનાવ્યા છે. બોલિંગ અત્યારે પાકિસ્તાનનું મજબૂત પાસુ છે. નસીમ શાહની રમતમાં સતત સુધારો થઈ રહ્યો છે જ્યારે હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈન પણ સારો દેખાવ કરી રહ્યા છે. દુબઈમાં ટોસની ભૂમિકા મહત્વની રહી છે અને આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરતી ટીમને નુકસાન વેઠવું પડે છે.
આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
આ મેચ 11 સપ્ટેમ્બર એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ પણ આ મેદાન પર જ રમાઈ હતી. અહીં શ્રીલંકાએ 18 બોલ બાકી રહેતાં પાકિસ્તાની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.
તમે લાઈવ મેચો ક્યાં જોઈ શકો છો?
આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.